- ઉત્તરાખંડમાં વરસાદી આફત
- જનજીવન થયુ અસ્તવ્યસ્ત
- ગંગા નદીએથી યાત્રીઓને કરવામાં આવ્યા દૂર
ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્ત વ્યસ્ત બન્યુ છે. 9 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. ત્યારે ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં સતત થયેલા વરસાદે પગલે ગંગા નદીનું જળસ્તર વધ્યુ છે. પરિણામે ઋષિકેશ નજીક તમામ યાત્રીઓને ગંગા નદીથી દૂર હટાવવામાં આવ્યા છે. આ માટે એસડીઆરએફ દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવી રહી છે.
ગંગા નદીના જળસ્તરમાં વધારો













