ભાગેડુ વિજય માલ્યાએ કિંગફિશર એરલાઈન્સની નિષ્ફળતા માટે એક પોડકાસ્ટ દરમિયાન જાહેરમાં માફી માંગી હતી. આ સાથે ચોરીના આરોપોને નકારી કાઢ્યા હતા. આ સાથે તેણે ભારતથી દુર રહેવાના પોતાના કેટલાક કારમો અંગે પણ બચાવ કર્યો હતો. વિજય માલ્યાએ ગુરુવારે એક પોડકાસ્ટ દરમિયાન કહ્યું હતું કે કિંગફિશર એરલાઈન્સની નિષ્ફળતા માટે હું તમામની માફી માંગુ છું. આ દરમિયાન તેમણે તમામ ગુનાઓને નકારી કાઢ્યા હતા. 


આ સિવાય પોડકાસ્ટમાં વિજય માલ્યાએ કહ્યું કે જો કોઈ નિષ્પક્ષ નિર્ણય લેવામાં આવે તો તેઓ ભારત પરત ફરવા વિશે વિચાર કરી શકે છે. માલ્યા માર્ચ 2016 માં ઈંગ્લેન્ડ ભાગી ગયો હતો. ભારત બ્રિટનને માલ્યાના પ્રત્યારોપણની માંગ કરી રહ્યું છે. 

તમે મને ભાગેડુ કહી શકો છે. 

ચોરીના આરોપો પર વિજય માલ્યાએ કહ્યું કે તમે મને ભાગેડુ કહી શકો છો, પરંતું હુ ભાગ્યો નથી. હું પહેલેથી જ નક્કી કરેલા પ્રવાસે ભારતથી વિદેશ આવ્યો હતો. પરંતુ કેટલાક લિગલ કારણોસર હું પાછો આવ્યો નહોતો. આથી તમે મને ભાગેડુ કહી શકો છો. પણ એમાં ચોરી ક્યાં છે?

તેણે પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે જો યોગ્ય નિર્ણય લેવાનું આશ્વાસન આપવામાં આવે તો તેઓ ભારત પરત ફરવા પર વિચાર કરી શકે છે. માલ્યા માર્ચ, 2016માં ઈંગ્લેન્ડ ભાગી ગયો હતો. ભારત ઈગ્લેન્ડ પાસે માલ્યાના પ્રત્યારોપણની માંગ કરી રહ્યું છે. 





  • Follow us on: