• પહેલી વખત કોઈ સેલિબ્રિટીને RSSમાં આમંત્રણ
  • શંકર મહાદેવન અતિથિ વિશેષ તરીકે સ્થાન આપશે
  • વિજયાદશમીના દિવસે છે સંસ્થાનો આ કાર્યક્રમ

બોલીવૂડના જાણીતા ગાયક અને સંગીતકાર શંકર મહાદેવન આ વર્ષે નાગપુરમાં યોજાનારા RSSના એક કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે. વિજયાદશમીના કાર્યક્રમમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે આવશે. મહારાષ્ટ્રના મહાનગર નાગપુરમાં દર વર્ષે RSS તરફથી વિજયાદશમી પર્વ નિમિતે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. RSS તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર આ વખતે ગાયક-સંગીતકાર શંકર મહાદેવન મુખ્ય અતિથિ તરીકે આવશે.

મહિલાને અપાયું હતું આમંત્રણ

આ અંગે ગાયક શંકર મહાદેવન તરફથી કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં નથી આવી. તારીખ 24 ઑક્ટોબરના રોજ આ કાર્યક્રમ યોજાશે. મોહન ભાગવતની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ શરૂ થશે. વર્ષ 2022માં આ પ્રસંગે એવરેસ્ટ પર તિરંગો લહેરાવનાર પદ્મશ્રી સંતોષ યાદવને આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરાયા હતા. સંતોષ યાદવ સતત બે વખત માઉન્ટ એવરેસ્ટ શિખર સુધી પહોંચનારા પ્રથમ મહિલા છે. એવું પહેલી વખત બન્યું જ્યારે કોઈ મહિલાને કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સ્થાન આપવામાં આવ્યું હોય. RSS દર વર્ષે વિજયાદશમીના દિવસે કાર્યક્રમનું આયોજન કરે છે.

પહેલી વખત કોઈ સેલિબ્રિટી

આ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રમાં એક સર્વશ્રેષ્ઠ યોગદાન આપનારા લોકોને આમંત્રણ આપવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી RSS સંસ્થા નોબલ પુરસ્કાર જીતનારા લોકોને આમંત્રિક કરી રહી છે. આ પહેલા કૈલાશ સત્યાર્થી અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી જેવા લોકોને આમંત્રણ આપી ચૂકી છે. પહેલી વખત બોલીવૂડના કોઈ ગાયકને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જેને લઈને ગાયકોની લોબીમાં પણ મોટી ચર્ચા છે. 

  • Follow us on: