• વક્ફ સંશોધન બિલને લઇને બનાવી JPC
  • લોકસભા સ્પીકરે કરી JPCની રચના
  • ઓવૈસી અને ઈમરાન મસૂદ સહિત 31 સાંસદોનો સમાવેશ

ગુરુવારે લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેની પર વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ વક્ફ સંશોધન બિલ પર સ્પીકરે જેપીસીની રચના કરી છે. સ્પીકરે જેપીસીમાં 31 સાંસદોનો સમાવેશ કર્યો છે. આ JPCમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદો હશે.

જેપીસીમાં કોણ સામેલ ?

 જેપીસીમાં ઓવૈસી અને ઈમરાન મસૂદ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે ગઈ કાલે વકફ એક્ટ એમેન્ડમેન્ટ બિલને જેપીસીને મોકલ્યું હતું. સ્પીકરે આજે આ અંગે જેપીસીની રચના પણ કરી હતી. તેને હિન્દીમાં સંયુક્ત સંસદીય સમિતિ કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે કે તેમાં શાસક અને વિપક્ષ બંને પક્ષોના સાંસદો હશે. જેઓ વક્ફ સંશોધન બિલની સમીક્ષા કરશે. 

જેપીસી શું કરશે ?

વકફ બિલ અંગે બનેલી જેપીસી નક્કી કરશે કે વકફ એક્ટમાં કયા ફેરફારો સાચા છે અને કયા ખોટા છે. ત્યારબાદ એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે. જો કે સરકાર જેપીસીની ભલામણો સ્વીકારવા બંધાયેલી નથી.


  • Follow us on: