• લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ
  • કાયદામંત્રી કિરણ રિજિજૂએ બિલ કર્યુ રજૂ
  • વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હોબાળો

આજે સંસદમાં વક્ફ સંશોધન બીલ રજૂ કરવામાં આવ્યું છે. સંસદીય કાર્યમંત્રી અને કાયદા મંત્રી કિરણ રિજિજૂ દ્વારા આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે અગાઉ 2013માં વક્ફ બીલમાં સંશોધન કરાયુ હતું. જેમાં વક્ફ બોર્ડને અમર્યાદિત અધિકાર મળ્યા હતા.

કિરેન રિજિજુએ કહ્યું કે આ બિલનો વિરોધ કરતી વખતે વિપક્ષ દ્વારા આપવામાં આવેલી દલીલો ટકી રહેતી નથી. આ બિલમાં બંધારણની કોઈ જોગવાઈનો ભંગ કરવામાં આવ્યો નથી. આ કોઈ ધર્મમાં દખલગીરી નથી. આ બિલ કોઈના અધિકારો છીનવી લેવા માટે લાવવામાં આવ્યું નથી, પરંતુ દબાયેલા લોકોને જગ્યા આપવા માટે લાવવામાં આવ્યું હતું. તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે નક્કર છે. ભારત સરકારને  આબિલ લાવવાનો અધિકાર છે. 

વક્ફ બોર્ડમાં આવા કાયદા જે બંધારણથી ઉપર: કિરેન રિજિજુ

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે વિપક્ષે બંધારણનો ઉલ્લેખ કર્યો છે. કોઈ કાયદો બંધારણથી ઉપર હોઈ શકે નહીં. વકફ કાયદામાં આવા કાયદા છે, જે બંધારણથી ઉપર છે. વિભાજન સમયે પાકિસ્તાન ગયેલા મુસ્લિમોએ તેમની મિલકતો વકફ બોર્ડને દાનમાં આપી દીધી હતી. હું પૂછવા માંગુ છું કે જો કોઈ મુસ્લિમ મહિલા અને બાળકને દાનનો લાભ મળતો નથી તો શું સરકાર ચૂપ બેસી રહે...!

વક્ફ બોર્ડની વ્યવસ્થા પર કિરેન રિજિજુએ આપ્યો જવાબ

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે કે રહેમાન ખાનની અધ્યક્ષતાવાળી જેપીસીએ પણ કહ્યું કે વક્ફ બોર્ડની વ્યવસ્થા યોગ્ય નથી. માનવબળ અપૂરતું છે અને ભંડોળ ખૂબ જ ઓછું છે. એવું કહેવામાં આવ્યું હતું કે વક્ફ બોર્ડનું સંપૂર્ણ ધ્યાન મુતવાલીઓને બનાવવા અને દૂર કરવા પર છે. દસ્તાવેજો યોગ્ય રીતે રાખવાની કોઈ જોગવાઈ નથી. સમગ્ર દેશમાં વક્ફ બોર્ડનો સર્વે થવો જોઈએ. વકફ બોર્ડને કોમ્પ્યુટરાઇઝ કરવાની ભલામણ કરવામાં આવી હતી. જેપીસીમાં જ કહેવામાં આવ્યું હતું કે વકફ કાયદામાં સુધારાની જરૂર છે. 

બિલને સમર્થન આપો, તમને દુઆ મળશે: કિરેન રિજિજુ

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે વક્ફ કાયદો બિલ પહેલીવાર સંસદમાં રજૂ કરવામાં આવ્યું નથી. તેમાં અનેક વખત સુધારો કરવામાં આવ્યો છે. વકફ કાયદો 2013માં બદલાયો હતો. જેના કારણે આ વખતે અમારે વકફ કાયદામાં ફેરફાર કરવો પડશે. વક્ફ એક્ટ, 1995 અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વકફ કાયદો સંપૂર્ણપણે બિનકાર્યક્ષમ રહ્યો છે. તેમાં ઘણી ખામીઓ રહી છે. હું ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીને કહેવા માંગુ છું કે તમે લોકો જે ઈચ્છતા હતા તે પૂરા કરવા માટે અમે આ બિલ લાવ્યા છીએ. આ બિલનું સમર્થન કરો, તમને કરોડો લોકોના આશીર્વાદ મળશે. બિલના સમર્થકો અને વિરોધીઓના નામ ઈતિહાસમાં નોંધવામાં આવશે. 

દેશના વક્ફ બોર્ડને માફિયાની જેમ કબજે કર્યું: કિરેન રિજિજુ

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, મુસ્લિમ સમુદાયને માત્ર ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. મુસ્લિમ પ્રતિનિધિઓ મને મળ્યા છે. જો બોહરા અને અહમદિયા સમુદાયની સંખ્યા ઓછી હશે તો શું તેમની સમસ્યાઓને અવગણવામાં આવશે? જો તેમની સંખ્યા ઓછી હોય તો શું તેમના મંતવ્યો સાંભળવા ન જોઈએ? જો એક સમુદાય નાના સમુદાયોને કચડી નાખશે તો અમે આ ગૃહમાં બેસીને કેવી રીતે જોઈશું. વિપક્ષ અમુક લોકોનો જ અવાજ ઉઠાવી રહ્યો છે. દેશના તમામ વક્ફ બોર્ડ માફિયાઓએ કબજે કરી લીધા છે. 

  • Follow us on: