• સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 54 લોકોના મોત થયા
  • બચાવ કાર્ય માટે સેનાની સાથે નેવીને પણ તૈનાત કરવામાં આવી
  • જેમ જેમ બચાવ કામગીરી આગળ વધે તેમ તેમ મૃત્યુઆંક વધુ વધી શકે છે

કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું છે. જેમાં 100થી વધુ લોકો ફસાયા છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 54 લોકોના મોત થયા છે. મૃતકોમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે. બચાવ કાર્ય માટે સેનાની સાથે નેવીને પણ તૈનાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મંગળવારે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું.

નેવીની મદદ લેવામાં આવી છે

 આ પછી વહેલી સવારે લગભગ 4.10 વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું. ભૂસ્ખલનને કારણે 100થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા છે, રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. જેમ જેમ બચાવ કામગીરી આગળ વધે તેમ તેમ મૃત્યુઆંક વધુ વધી શકે છે.

બચાવ કામગીરી માટે નૌકાદળની ટીમ એઝિમાલાથી પહોંચશે

બચાવ કામગીરી માટે નૌકાદળની ટીમ એઝિમાલાથી પહોંચશે. મુખ્યમંત્રીની સૂચના મુજબ નેવીની મદદ લેવામાં આવી છે. મુખ્યમંત્રીએ નેવીની રિવર ક્રોસિંગ ટીમની મદદ માંગી છે. એઝિમાલા નેવલ એકેડમીની નૌકાદળની ટીમ તાત્કાલિક વાયનાડ જવા રવાના થઈ રહી છે.

રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે હાથ ધરવામાં આવ્યુ?

આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે બચાવ કાર્યમાં અડચણ આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે મલપ્પુરમના નીલામ્બુર વિસ્તારમાં વહેતી ચાલિયાર નદીમાં ઘણા લોકોના વહી જવાની આશંકા છે. આ દરમિયાન મુંડક્કાઈમાં અનેક મકાનો, દુકાનો અને વાહનો કાટમાળ નીચે દટાયા છે. સ્થળ તરફ જતો એક પુલ ધોવાઈ ગયો છે, જેના કારણે બચાવમાં મુશ્કેલી પડી રહી છે. મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને ખાતરી આપી છે કે અસ્થાયી પુલ બનાવવા, હેલિકોપ્ટર દ્વારા લોકોને બહાર કાઢવા અને દુર્ઘટના સ્થળે જરૂરી વ્યવસ્થા કરવા માટે સેનાની મદદ લેવામાં આવશે.

વાયનાડના ગામોમાં કેટલું નુકસાન થયું?

ભૂસ્ખલનથી ગામડાઓમાં મોટા પાયે વિનાશના નિશાન જોવા મળ્યા છે. મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામોનું ચિત્ર બદલાઈ ગયું છે અને તેઓ અન્ય ભાગો સાથે સંપર્ક ગુમાવી ચૂક્યા છે. પૂરના પાણીમાં વહી ગયેલા વાહનો અનેક જગ્યાએ ઝાડની ડાળીઓમાં ફસાયેલા જોવા મળ્યા છે અને અહીં-ત્યાં ડૂબી ગયા છે. વહેતી નદીઓએ પોતાનો માર્ગ બદલી નાખ્યો છે અને રહેણાંક વિસ્તારોમાં વહી રહી છે, જેના કારણે વધુ વિનાશ થઈ રહ્યો છે.

કેરળના મંત્રી વીણા જ્યોર્જે કહ્યું, 'અમે અમારા લોકોને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ

પહાડો પરથી નીચે પડેલા મોટા પથ્થરો બચાવકર્મીઓના માર્ગમાં અવરોધ ઉભો કરી રહ્યા છે. બચાવ કામગીરીમાં લાગેલા લોકો ભારે વરસાદ વચ્ચે મૃતદેહો અને ઘાયલોને એમ્બ્યુલન્સમાં લઈ જતા જોવા મળ્યા હતા. ભૂસ્ખલનની ઘટનાઓને કારણે મોટા પાયે વૃક્ષો ધરાશાયી થયા છે અને પૂરના પાણીને લીધે લીલાછમ વિસ્તારોનો નાશ થયો છે.

NDRF અને નાગરિક સંરક્ષણ ટીમો ત્યાં હાજર છે

કેરળના મંત્રી વીણા જ્યોર્જે કહ્યું, 'અમે અમારા લોકોને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ. અમને વિવિધ હોસ્પિટલોમાં મૃતદેહો મળ્યા છે. લગભગ 70 લોકો ઘાયલ પણ થયા છે. અમે ઘાયલોની યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરી છે. NDRF અને નાગરિક સંરક્ષણ ટીમો ત્યાં હાજર છે; ટૂંક સમયમાં નેવીની ટીમ પણ ત્યાં પહોંચશે. આ વિસ્તારમાં એક પુલ પણ ધોવાઈ ગયો છે.


  • Follow us on: