• પીએમ મોદીએ પિનરાઇ વિજયન સાથે વાત કરી
  • મૃતકોના પરિજનને 2 લાખ રૂપિયા સહાયની જાહેરાત
  • ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા સહાયની જાહેરાત

કેરળમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે કેરળના વાયનાડમાં લેન્ડસ્લાઇડની ઘટના સામે આવી છે. જેમાં 24 લોકોના મોત થયા છે. હાલમાં પણ રેસક્યુની કામગીરી ચાલી રહી છે. સેના પણ આ કાર્યમાં જોડાઇ છે. ત્યારે ઘટનાને પગલે પીએમ મોદી પણ નજર રાખી રહ્યા છે. તેમણે કેરળના સીએમ પિનરાઇ વિજયન સાથે વાતચીત કરીને મદદની ખાતરી આપી. આ ઉપરાંત સેનાની ટીમ વાયનાડમાં રાહત અને બચાવ કાર્યમાં જોડાઇ છે. ત્યારે રક્ષામંત્રી રાજનાથસિંહે પણ આર્મી ચીફ સાથે વાત કરને રેસક્યુ ઓપરેશનને લઇને સ્થિતિનો તાગ મેળવ્યો.

મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત

આ સાથે પીએમ મોદીએ કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી અને મંત્રી જ્યોર્જ કુરિયન સાથે પણ વાયનાડની સ્થિતિ અંગે વાત કરી હતી. આ સિવાય પીએમએ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ વાત કરી અને તેમને સુનિશ્ચિત કરવા કહ્યું કે ભાજપના કાર્યકરો લોકોને રાહત અને બચાવ કાર્યમાં તમામ શક્ય મદદ કરે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂસ્ખલનમાં મૃતકોના

પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. તેમજ ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે તેમ જણાવ્યુ.

પહાડી વિસ્તાર હોવાથી મુશ્કેલી- મંત્રી

કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયને કહ્યું કે પીએમ મોદી સવારથી જ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. બચાવ કામગીરી માટે ફોર્સ, એનડીઆરએફને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા સૂચના આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ પહાડી વિસ્તાર છે તેથી ત્યાં પહોંચવુ ઘણુ મુશ્કેલી ભર્યુ કામ છે. આથી વાયુસેનાની પણ મદદ લેવામાં આવનાર છે. આર્મી પણ બચાવ કામગીરીમાં જોડાઇ છે.

  • Follow us on: