- મોદી લહેર સામે TMCનું શાનદાર પ્રદર્શન
- પશ્ચિમ બંગાળમાં ભાજપની હાર
- વર્ષ-2019માં ટીએમસીએ 22 સીટ જીતી હતી
આજે સાંજ સુધી લોકસભા ચૂંટણી-2024ના પરિણામ સામે આવી જશે. આની સાથે જ આગામી પાંચ વર્ષ કયા સાંસદ તમારી સમસ્યા સંસદ સુધી પહોંચાડે છે. દેશની તમામ 542 લોકસભા સીટ પર મત ગણતરી ચાલી રહી છે. વર્ષ-2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 303 સીટ જીતી હતી. આની સાથે ગઠબંધન એનડીએને 353 સીટ મળી હતી. જ્યારે કોંગ્રેસ માત્ર 52 સીટ પર સમેટાઈ ગઈ હતી. કેન્દ્રમાં સૌથી વધુ બેઠકો જીતનારી ઙાજપના સાથે પશ્ચિમ બંગાળમાં આવું નથી થયું. અહીં ભાજપ બીજી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે.
પશ્ચિમ બંગાળમાં લોકસભાની કુલ 42 સીટ આવે છે. વર્ષ-2019માં લોકસભા ચૂંટણીમાં ટીએમસી સૌથી વધુ 22 સીટ જીતી હતી. જ્યારે ભાજપે 19 બેઠકો જીતવામાં સફળતા મેળવી હતી. કોંગ્રેસે પણ બે સીટ જીતી પોતાનું ખાતું ખોલાવ્યું હતું. દેશની તમામ એજન્સીઓએ એક્ઝિટ પોલમાં આ વખતે ભાજપને આગળ તો ટીએમસીને પાછળ ગણાવી હતી. શરૂઆતના ગાળાના ટ્રેન્ડસમાં કાંટાની ટક્કર જોવા મળી રહી હતી. પરંતુ હવે ટીએમસી ભાજપની ઘણી આગળ નીકળી ગઈ છે. હવે જોવાનું એ છે કે આ વખતે મોદી મેજિક કામ કરે છે કે નહિ. મમતા દીદી પોતાની ઘટતી બેઠકો બચાવવામાં સફળતા મેળવે છે કે નહિ. સૌની નજર કોંગ્રેસ પર રહે છે. કારણ કે દેશમાં પોતાની સાખ ખોઈ રહેલી કોંગ્રેસ બંગાળમાં પોતાની જમીન બચાવી શકશે કે નહિ.













