• 3 કરોડ લખપતિ દીદી બનાવવાનો ટાર્ગેટ
  • 15 ઓગસ્ટ, 2023ના વડાપ્રધાને કરી હતી જાહેરાત 
  • મહિલાઓ માટે સ્વ સહાયની યોજના

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ચૂંટણી વર્ષમાં દેશનું વચગાળાનું બજેટ સંસદમાં રજૂ કર્યું છે. મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું આ છેલ્લું વચગાળાનું બજેટ છે. જેમાં મહિલાઓ માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું કે લખપતિ દીદીને પ્રમોટ કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવ્યો ઉલ્લેખ

નિર્મલા સીતારમણે કહ્યું કે અત્યાર સુધી એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટ સત્રના પહેલા દિવસે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરતી વખતે પણ લખપતિ દીદી યોજનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આપણે બધા જાણીએ છીએ કે મહિલાઓ માટે આર્થિક સ્વતંત્રતાનો અર્થ શું છે. સરકાર મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું અભિયાન ચલાવી રહી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કહ્યું, લખપતિ દીદીને પ્રમોટ કરવામાં આવશે. આત્મનિર્ભર બનાવવામાં લખપતિ દીદીઓનો ફાળો રહ્યો છે. અત્યાર સુધી એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે. જેમાં 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 9 કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આંગણવાડીના કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે.

શું છે લખપતિ દીદી યોજના?

તેમજ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે, 15 ઓગસ્ટ, 2023ના રોજ લાલ કિલ્લાની કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખપતિ દીદી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. આ યોજના આર્થિક રીતે વંચિત પૃષ્ઠભૂમિની મહિલાઓને આગળ લાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી.

લખપતિ દીદી યોજના દેશમાં મહિલાઓ માટે ચલાવવામાં આવતા સ્વ-સહાય જૂથો સાથે સંબંધિત છે. આ જૂથોમાં મહિલાઓની ભાગીદારી સૌથી વધુ છે. આ સ્વ-સહાય જૂથોમાં બેંક વાલી દીદી, આંગણવાડી દીદી, દવા વાલી દીદીનો સમાવેશ થાય છે. લખપતિ દીદી યોજના એ મહિલાઓ માટે એક કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ છે, જે દેશની આ દીદીઓને કૌશલ્યની તાલીમ આપીને પૈસા કમાવવા માટે સક્ષમ બનાવે છે.


  • Follow us on: