- ભાજપે રવિવારે ઉમેદવારોની 5મી યાદી કરી જાહેર
- પ.બંગાળમાં કૃષ્ણનગર બેઠક પર અમૃતા રૉય ભાજપના ઉમેદવાર
- ટીએમસીના મહુઆ મોઇત્રાને આપશે ટક્કર
લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ તૈયારીમાં વ્યસ્ત બની છે. ત્યારે ભાજપે રવિવારે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી હતી. ત્યારે વાત કરીએ પશ્ચિમ બંગાળની તો ભાજપે કૃષ્ણનગર લોકસભા બેઠક પર મહુઆ મોઇત્રા સામે અમૃતા રૉયને ટિકિટ આપી છે. ત્યારે આવો જાણીએ કોણ છે અમૃતા રૉય.
20 માર્ચે જોડાયા હતા ભાજપમાં
bjpએ પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર લોકસભા સીટ પરથી મહુઆ મોઇત્રા સામે ચૂંટણી લડવા માટે અમૃતા રોયને ટિકિટ આપી છે. અમૃતા 20 માર્ચે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમણે બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીની હાજરીમાં ભાજપની સદસ્યતા મેળવી હતી.
મોઇત્રા વિરુદ્ધ ભાજપનું ટ્રમ્પ કાર્ડ ?
ભારતીય જનતા પાર્ટીએ રવિવારે આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી બહાર પાડી, જેમાં 111 ઉમેદવારોના નામ છે. ભાજપે પશ્ચિમ બંગાળની કૃષ્ણનગર બેઠક પરથી રાજમાતા અમૃતા રોયને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જેઓ ટીએમસીના મહુઆ મોઇત્રા સાથે ટક્કર આપશે. આ બેઠક પશ્ચિમ બંગાળની મહત્વપૂર્ણ બેઠકોમાંથી એક છે. ભાજપના આ નિર્ણયને મહુઆ મોઇત્રા વિરુદ્ધ ટ્રમ્પ કાર્ડ માનવામાં આવી રહ્યું છે.
રૉયલ પરિવાર સાથે શું છે સંબંધ ?
વિશ્વની સૌથી મોટી લોકશાહીની લોકસભાની ચૂંટણીમાં આ વખતે મહારાજા કૃષ્ણચંદ્રનું નામ રાજકારણ સાથે સીધું જોડાઈ રહ્યું છે. અમૃતા રોય કૃષ્ણનગરના પ્રતિષ્ઠિત રોયલ પેલેસના રાણી માતા છે. તેમની સંભવિત ઉમેદવારી અંગે છેલ્લા કેટલાક દિવસોથી અટકળો ચાલી રહી હતી.
અમૃતા રોયથી ભાજપને ફાયદો થશે?
અમૃત રોય 20 માર્ચે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમણે બંગાળના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીની હાજરીમાં ભાજપની સદસ્યતા મેળવી હતી. અમૃતા રોય કૃષ્ણનગરથી ચૂંટણી મેદાનમાં છે. નાદિયા જિલ્લાના ઈતિહાસમાં રાજા કૃષ્ણચંદ્રનું યોગદાન સૌ કોઈ જાણે છે. કૃષ્ણનગર રાજવી પરિવારની ભૂમિકા આજે પણ યાદ કરવામાં આવે છે. ચૂંટણી નિષ્ણાતો માને છે કે અમૃતા રોયની ઉમેદવારીથી ભાજપને પ્રોત્સાહન મળશે અને તે મહુઆ મોઇત્રાને પણ ટક્કર આપી શકશે.
કોણ છે અમૃતા રૉય ?
અમૃતા રોય મહારાજા રુદ્ર ચંદ્ર રોય અને કૃષ્ણચંદ્ર રોયના નાદિયા રાજ પરિવારના 39મા વંશજ સૌમિશ ચંદ્ર રોયની પત્ની છે. સૌમિશ ચંદ્ર રોય એક એરલાઇનના નિવૃત્ત કર્મચારી છે. જ્યારે તેમનો પુત્ર મનીષ કલકત્તા હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. લા માર્ટિનિયર સ્કૂલ અને લોરેટો કૉલેજમાં ભણેલા અમૃતા પોતે વ્યવસાયે ફેશન કન્સલ્ટન્ટ છે. તેમના જણાવ્યા મુજબ તેમના પરિવારના ત્રણ સભ્યોમાંથી કોઈને પણ અગાઉ રાજકારણ સાથે સંબંધ રહ્યો નથી. પરંતુ રાજનીતિમાં આવવાના મારા નિર્ણયને પરિવારે સપોર્ટ આપ્યો છે. મહારાજા કૃષ્ણચંદ્ર રોયે 1683માં શરૂઆત બાદથી જ તેઓ નાદિયા રાજ પરિવારની દુર્ગા પૂજાને સાર્વજનિક ઉત્સવના રૂપમાં ફેરવી દીધો હતો. અને આ કારણથી જ આ પરિવારની આજે પણ બંગાળમાં વિશેષ પ્રતિષ્ઠા છે.