• I.N.D.I.A ગઠબંધન ક્યારે થશે સક્રીય ?
  • I.N.D.I.A ગઠબંધનમાં પીએમ પદના કોણ ઉમેદવાર ?
  • શશી થરૂરે ગઠબંધનને લઇને આપ્યુ મહત્વનું નિવેદન

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિથરૂરે મહત્વનુ નિવેદન આપ્યું છે. I.N.D.I.A ગઠબંધન હવે ધીરે ધીરે સક્રિય થતુ હોય તેમ લાગી રહ્યું છે. શશી થરૂરે 2024માં પીએમ પદના ઉમેદવાર અંગે ખુલાસો કર્યો છે.

PM પદના ઉમેદવાર અંગે ખુલાસો 

તેઓએ જણાવ્યું કે જો I.N.D.I.A ગઠબંધન સત્તામાં આવે તો રાહુલ ગાંધી વડાપ્રધાન હોઇ શકે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્ય શશિ થરૂરે તિરુવનંતપુરમમાં કહ્યું, 'મને લાગે છે કે જો ભારત ગઠબંધન સત્તામાં આવે છે, તો કોંગ્રેસ મલ્લિકાર્જુન ખડગે અથવા રાહુલ ગાંધીને વડાપ્રધાન તરીકે નોમિનેટ કરી શકે છે.

NDAને હરાવીશું

શશિ થરૂરે કહ્યું કે આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધનના કારણે આશ્ચર્યજનક પરિણામો જોવા મળી શકે છે I.N.D.I.A ગઠબંધન ગઠબંધન ભાજપના નેતૃત્વવાળી એનડીએને હરાવીને સત્તા મેળવી શકે છે. ટેક્નોપાર્કમાં વાતચીત દરમિયાન શશિ થરૂરે કહ્યું કે મને લાગે છે કે પરિણામો આવ્યા પછી ગઠબંધનમાં સામેલ તમામ પક્ષોએ એક થઈને કોઈને ચૂંટવું પડશે. પરંતુ મારું અનુમાન છે કે કોંગ્રેસ પાર્ટીમાંથી ખડગે જે ભારતના પ્રથમ દલિત વડાપ્રધાન બનશે અથવા તો રાહુલ ગાંધી વડાપ્રધાનની રેસમાં હોઈ શકે છે.

 I.N.D.I.A ગઠબંધનની સ્થિતિ ડામાડોળ ?


2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવવા માટે એક મંચ હેઠળ એકત્ર થયેલા 28 પક્ષો દરાવતા INDIA ગઠબંધનમાં સ્થિતિ ડામાડોળ હોય તેમ લાગી રહ્યું છે. INDIA ગઠબંધનની મુંબઈ બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે સંકલન સમિતિ, પ્રચાર સમિતિ સહિતની તમામ સમિતિઓ લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા અને ગઠબંધનને જીતાડવા માટેની વધુ વ્યૂહરચના બનાવશે. પરંતુ આજની સ્થિતિએ આવું કંશુ પણ થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું નથી.

શું છે INDIA ગઠબંધનની સમસ્યા ?

  • કોઈ ઓફિસ નથી
  • કોઈ સંયોજક નથી
  • મહાગઠબંધનની એક પણ રેલી હજુ સુધી યોજાઈ નથી
  • સીટ વહેંચણીની ફોર્મ્યુલા પણ નક્કી નથી
  • વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડીશે કે નહીં તે ખબર નથી
  • મહાગઠબંધનમાં પીએમ પદ માટે ઘણા દાવેદારો છે પણ કોઈને લઈને સર્વસંમતિ નથી

અંદરોઅંદર થઇ રહી છે લડાઇ

એક તરફ બીજેપી વિરુદ્ધ એક થઇને INDIA ગઠબંધનની રચના કરી પરંતુ અંદરોઅંદર જ એકબીજા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જેમ કે પંજાબમાં સુખપાલ ખૈરાની ધરપકડ થતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટશન થઇ રહી છે. AAPએ સુખપાલ ખૈરાની ધરપકડને કાયદા મુજબની કાર્યવાહી ગણાવી હતી, જ્યારે પંજાબ કોંગ્રેસના નેતાઓએ AAP પર પ્રહારો કર્યા હતા અને તેને સીધો બદલો લેવાની કાર્યવાહી ગણાવી હતી.

  • Follow us on: