ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) નું ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન (PSLV)-C61 રોકેટ ત્રીજા તબક્કામાં નિષ્ફળ ગયું. દબાણ સંબંધિત સમસ્યાઓના કારણે તે રવિવારે પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ લોન્ચ કરી શક્યું નહીં. સ્પેસ એજન્સીના ચેરમેન વી નારાયણને જણાવ્યું હતું કે આ સ્પેસ એજન્સી ઈસરોનું 101મું મિશન હતું. તેમણે કહ્યું કે પીએસએલવીએ સવારે 5.59 વાગ્યે પૂર્વનિર્ધારિત સમયે ઉડાન ભરી હતી પરંતુ મિશનનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ શક્યો નહીં.


નિષ્ફળ કહેવુ ખોટો શબ્દ છે- વી. નારાયણન

વી. નારાયણને કહ્યું કે આજે અમે શ્રીહરિકોટાથી PSLV C61 EOS-09 મિશન હેઠળ 101મા પ્રક્ષેપણનું લક્ષ્ય રાખી રહ્યા હતા. PSLV ચાર તબક્કાનું વાહન છે અને બીજા તબક્કા સુધી તેનું પ્રદર્શન સામાન્ય હતું. ત્રીજા તબક્કાની મોટર યોગ્ય રીતે શરૂ થઈ, પરંતુ આ તબક્કો કાર્યરત હતો ત્યારે મિશન પૂર્ણ થઈ શક્યું નહીં. ત્રીજો તબક્કો એક મજબૂત મોટર સિસ્ટમ છે. નારાયણને કહ્યું કે મોટર કેસના ચેમ્બરનું દબાણ ઘટી ગયું અને મિશન પૂર્ણ થઈ શક્યું નહીં. અમે એકંદર કામગીરીની સમીક્ષા કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં વધુ માહિતી પ્રદાન કરીશું.

મિશન કેમ ન થયુ સફળ? 

નારાયણને કહ્યું કે પીએસએલવીએ પોતાના 63મા મિશન હેઠળ પૃથ્વી અવલોકન ઉપગ્રહને લઇને જવાનુ હતું. પૃથ્વી અવલોકન ઉપગ્રહ-09 વર્ષ 2022માં લોન્ચ કરાયેલ ઇઓએસ-04 જેવો જ ઉપગ્રહ છે. સી-બેન્ડ સિન્થેટિક અપર્ચર રડારથી સજ્જ, EOS-09 દરેક સમયે અને કોઈપણ હવામાન પરિસ્થિતિઓમાં પૃથ્વીની સપાટીની ઉચ્ચ-રિઝોલ્યુશન છબીઓ લેવામાં સક્ષમ છે. આ ઉપગ્રહ કૃષિ અને વનીકરણ દેખરેખ,આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.


ભ્રમણકક્ષામાં ઉતરીને કાટમાળ દૂર કરવાનો હતો

નારાયણને જણાવ્યું હતું કે પીએસએલવી તેના 63મા મિશન હેઠળ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ (EOS-09) વહન કરવાનું હતું. અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-09 એ વર્ષ 2022 માં લોન્ચ કરાયેલ EOS-04 જેવો જ ઉપગ્રહ છે. સી-બેન્ડ સિન્થેટિક એપરચર રડારથી સજ્જ, EOS-09 દરેક સમયે અને કોઈપણ હવામાન પરિસ્થિતિઓમાં પૃથ્વીની સપાટીની ઉચ્ચ-રિઝોલ્યુશન છબીઓ લેવામાં સક્ષમ છે. આ ઉપગ્રહ કૃષિ અને વનીકરણ દેખરેખ, આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.


વૈજ્ઞાનિકોના મતે, ઉપગ્રહને તેના અસરકારક મિશન જીવનકાળ પછી ભ્રમણકક્ષામાંથી દૂર કરવા માટે પૂરતું બળતણ અનામત રાખવામાં આવ્યું હતું જેથી તેને બે વર્ષમાં ભ્રમણકક્ષામાં નીચે લાવી શકાય, જેનાથી કાટમાળ મુક્ત મિશન સુનિશ્ચિત થઈ શકે.


  • Follow us on: