અબોલ જીવો માટે પ્રેમ હોવો તે જરૂરી છે. પરંતુ ઘણા લોકો એવા પ્રાણી પ્રેમ હોય છે કે આપણે નવાઇ પામીએ.. પ્રાણીઓને સાચવવા તથા અજીબો ગરીબ પ્રાણીઓને પાળવાનો શોખ ધરાવે છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો બેંગ્લુરુમાંથી.. આલિશાન ફ્લેટ કે બંગલો ખરીદી શકીએ એટલી મસમોટી કિંમતમાં બેંગ્લુરુના બ્રિ઼ડર એસ સતિષે દુનિયાનો સૌથી મોટો મોંઘો શ્વાન ખરીદ્યો.


કિંમત તો આસમાને

તમને આ ડોગની કિંમત જાણીને પગ નીચેથી જમીન ખસી જશે. તેની કિંમત છે 50 કરોડ. જેને અત્યાર ત્યાર સુધીનો સૌથી મોંઘો કૂતરો માનવામાં આવે છે. આ શ્વાન જોવામાં વરુ જેવો લાગે છે. તે જંગલી વરુ અને કોકેશિયન શેફર્ડની મિશ્ર જાતિ છે. તેને વિશ્વનો સૌથી મોંઘો વુલ્ફડોગ કહેવામાં આવે છે. બેંગલુરુના ડોગ બ્રીડરે કેડાબોમ્બ ઓકામી નામના આ દુર્લભ "વુલ્ફ ડોગ" પર લગભગ 50 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

વુલ્ફડોગ છે 75 કિલોનો

ધ સનના અહેવાલ મુજબ 51 વર્ષીય એસ સતીશે ફેબ્રુઆરીમાં એક બ્રોકર મારફતે ડોગની ખરીદી કરી. વિશ્વના સૌથી દુર્લભ ડોગ તરીકે ઓળખાતો ઓકામી માત્ર આઠ મહિનાનો છે. તેનું વજન 75 કિલો છે અને તેની લંબાઈ 30 ઇંચ છે.

વુલ્ફડોગ છે અજીબો ગરીબ

આ અંગે વધુમાં વાત કરતા સતીશે કહ્યું હતું કે તે એક અત્યંત દુર્લભ જાતિનો શ્વાન છે અને તે બિલકુલ વરુ જેવો દેખાય છે. આ જાતિનો શ્વાન પહેલી વાર વેચાયો છે. આ શ્વાન અમેરિકામાં ઉછેરવામાં આવ્યો હતો અને તે અપવાદરૂપ છે. મેં આ બેબી ડોગ ખરીદવા માટે 50 કરોડ રૂપિયા ખર્ચ્યા કારણ કે મને કૂતરાઓ પ્રત્યે ખૂબ જ લગાવ છે અને હું અનોખા કૂતરાઓને ઉછેરવા અને તેમને ભારતમાં લાવવા માંગુ છું. આ ડોગ તાકાત અને જાડી રૂંવાટી માટે જાણીતા, કોકેશિયન શેફર્ડ્સ જ્યોર્જિયા અને રશિયા જેવા ઠંડા પ્રદેશોમાંથી આવે છે.

એસ સતીશ કોણ છે?

પ્રખ્યાત ડોગ બ્રીડર એસ સતીષ ઇન્ડિયન ડોગ બ્રીડર્સ એસોસિએશનના વડા છે. જોકે સતીશ ઘણા વર્ષો પહેલા કૂતરાઓનું સંવર્ધન કરવાનું બંધ કરી દીધું હતું, પરંતુ હાલમાં તે તેના દુર્લભ શ્વાનને પ્રાણી પ્રેમીઓ સમક્ષ રજૂ કરીને પૈસા કમાય છે.પોતાની કમાણી વિશે વાત કરતાં સતીશે કહ્યું કે તેમના શો દ્વારા તેઓ 30 મિનિટના કાર્યક્રમ માટે 2200 પાઉન્ડ (રૂ. ૨,૪૬,૭૦૫) અને પાંચ કલાકના કાર્યક્રમ માટે 9000 (રૂ. 10,09,251 ) કમાય છે.


ડૉગ શૉથી મેળવે છે આવક

સતીશે ધ સનને કહ્યું કે મેં આ કૂતરા પર પૈસા ખર્ચ્યા કારણ કે તે દુર્લભ છે. જો કે મને તેના પૂરતા પૈસા મળે છે. કારણ કે લોકો હંમેશા આવા શ્વાનને જોવા માટે ઉત્સુક હોય છે. તેઓ સેલ્ફી અને ફોટા લે છે. ફિલ્મ સ્ક્રીનિંગમાં મને અને મારા ડોગને એક અભિનેતા કરતાં વધુ ધ્યાન મળે છે. અમે બંને ભીડનું ધ્યાન ખેંચનારા છીએ.

7 એકર જમીનમાં પાળે છે શ્વાન

સતીષનો શ્વાન પ્રેમ અનન્ય છે. સતીશ પાસે ચાઉ ચાઉ પણ છે જે લાલ પાંડા જેવો દેખાય છે. સતીશ પોતાના કૂતરાને સાત એકરના વિશાળ વિસ્તારમાં પાળે છે. જોકે, આ વિશાળ વિસ્તારમાં અન્ય કૂતરાઓની પ્રજાતિઓ પણ રહે છે. પોતાના પાલતુ પ્રાણીઓની સુરક્ષા માટે તેમણે પોતાની મિલકતની આસપાસ 10 ફૂટ ઊંચી દિવાલ અને 24/7 સીસીટીવી નંખાવ્યા છે.


  • Follow us on: