મુંબઈના અંધેરી અને જોગેશ્વરી વિસ્તારોમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ફોટો અને ગેરકાયદે બાંગ્લાદેશી અને રોહિંગ્યા વિરુદ્ધ ચેતવણીવાળા પોસ્ટરો જોવા મળ્યા હતા. આ પોસ્ટરમાં મોટા અક્ષરોમાં લખવામાં આવ્યું છે કે, જો ઘૂસણખોરો બાંગ્લાદેશીઓ, રોહિંગ્યાઓ જો અહીં છો તો અમારી વસાહત, અમારુ શહેર, અમારો જિલ્લો, અમારુ રાજ્ય, અમારો દેશ, અમારી શાળા-કોલેજ, અમારી દુકાનો, ધંધા, વેપાર, નોકરી, ઘર, જમીન અને ખાલી કરો. 


આ પોસ્ટર મુંબઈના અંધેરી અને જોગેશ્વરી વિસ્તારોમાં વિશ્વબંધુ રાય નામના બીજેપી કાર્યકર દ્વારા લગાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન, વિશ્વબંધુ રાયે યોગી આદિત્યનાથના બટેંગે તો કટેંગેના નારાને લગતા ઘણા પોસ્ટરો લગાવ્યા હતા. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર હેઠળ પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ ગેરકાયદે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન, યોગી આદિત્યનાથની તસવીર સાથેનું આવું પોસ્ટર મુંબઈમાં જોવા મળ્યું હતું. 

બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ટોલ ફ્રી નંબર જાહેર કરો

મુંબઈ બીજેપી સેક્રેટરીએ મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખીને મુંબઈ પોલીસને બાંગ્લાદેશીઓ સામે ટોલ ફ્રી નંબર જારી કરવા જણાવ્યું હતું. જેના પર સામાન્ય નાગરિકો ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોની માહિતી આપી શકે છે. જેથી પોલીસ સમયસર કાર્યવાહી કરે. આ વિદેશી નાગરિકો ભારતીયોની ભોજન, વીજળી, પાણી અને તમામ સુવિધાઓનો દુરુપયોગ કરી રહ્યા છે અને સમાજમાં ગુનાહિત ઘટનાઓ વધારી રહ્યા છે.

બનાવટી દસ્તાવેજો બનાવી રહે છે

અહીં બે શહેરોમાં અલગ-અલગ SIT દ્વારા તપાસ ચાલી રહી છે. તેના કાર્યક્ષેત્રમાં ઘણા સરકારી અધિકારીઓ, નેતાઓ, રાજકારણીઓ અને નકલી દસ્તાવેજો બનાવતી સિન્ડિકેટ સામેલ છે. તેમણે કહ્યું કે વોટ બેંક વધારવા માટે બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોના જન્મ પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો બનાવવામાં આવે છે. બર્થ સર્ટિફિકેટ બનતાની સાથે જ આધાર કાર્ડ, પાન કાર્ડ, ડોમિસાઇલ સર્ટિફિકેટ અને ડ્રાઇવિંગ લાયસન્સ સરળતાથી બની જાય છે.

આ પછી, વોટિંગ કાર્ડ અને બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. આટલું જ નહીં, SITની તપાસમાં આમાંથી ઘણા બાંગ્લાદેશી નાગરિકોના ભારતીય પાસપોર્ટ પણ બન્યા હોવાનું બહાર આવ્યું છે. મોટી વાત એ છે કે માલેગાંવ, નાસિકમાં જેમના રહેઠાણના પુરાવા નકલી બનાવાયા હતા, તેમના પાસપોર્ટ ગુજરાતમાં સુરત પાસપોર્ટ ઓફિસમાંથી બનાવવામાં આવ્યા હતા.


  • Follow us on: