દરેક વ્યક્તિ પરીક્ષાના (Exam) નામથી ડરી જાય છે પછી તે નાનું બાળક હોય કે મોટું. દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકો પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થાય. પરંતુ બાળકોની કસોટી માત્ર તેમની જ નહીં પરંતુ માતા-પિતાની પણ છે. એમાં પણ હવે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં જ્યારે પણ બાળકોની પરીક્ષા શરૂ થાય છે ત્યારે માતા-પિતાની પણ કેટલીક જવાબદારી હોય છે. જેથી બાળકો સારી રીતે પરીક્ષા આપી શકે અને વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપવા જતી વખતે, પેપર લખતી વખતે કેટલીક પરીક્ષાલક્ષી વાતોનું ધ્યાન રાખવાનું હોય છે.

પરીક્ષા આપવા જતી વખતે...
  • પરીક્ષા કેન્દ્ર પર પ્રથમ દિવસે એક કલાક પહેલા જવું હિતાવહ છે. અન્ય દિવસે મીનીમમ 30 મિનિટ પહેલાં પહોંચી જવું.
  • પરીક્ષામાં બુટ-મોજા પહેરવા નહીં, બને તો સ્લીપર કે સેન્ડલ પહેરવા જેથી પગમાં અકળામણ ન થાય.
  • પરીક્ષાની અડધો કલાક પહેલા તૈયારી બંધ કરી દેવી અને પરીક્ષાને લગતા કોઈપણ વિચાર ન કરવા.
  • પેપર આપવા જતી વખતે રીસીપ્ટ, પેન, સંચો, રબ્બર, ફૂટપટ્ટી જરુરી હોય તો કંપાસ અને પાઉચ લઈને જવું.
  • પરીક્ષા ખંડમાં મોબાઈલ કે અન્ય પ્રતિબંધિત વિજાણું સાધનો સાથે રાખવા નહીં
  • ઘરેથી પારદર્શક બોટલમાં પાણી કે લીંબુ શરબત લઈ જવું.
  • પ્રથમ દિવસે સેન્ટર પર સ્વાગત થાય ત્યારે ત્યાંથી મળતી મીઠાઈ કે પીપરમેન્ટ ખાવા નહીં
વાલીઓએ ઘ્યાનમાં રાખવા જેવી બાબત...

  • પોતાના સંતાનને ચશ્માં હોય તો બીજી જોડ તૈયાર રાખવી.
  • પરીક્ષા દરમિયાન વાંચન સમયે વાલીએ બાળકને સહકાર આપવો.
  • ઘરનાં અન્ય સભ્યો આ સમયે ટીવી, ટેપ ન વગાડે તે ધ્યાન રાખવું.
  • વાલીએ રીસીપ્ટની બે થી ત્રણ ઝેરોક્ષ કરાવી લેવી.
  • રીસીપ્ટને ક્યારેય લેમીનેશન ન કરાવવી.
  • જો રીસીપ્ટ ખોવાઈ જાય તો તાત્કાલિક સ્કૂલનો સંપર્ક કરવો.
  • બાળક જે વિષયનું પેપર આપીને આવે તે વિષયના પુસ્તકો અન્ય સાહિત્ય વગેરેને તેના વાંચન સ્થાનેથી દૂર કરી દેવા.
  • વાલી પાસે શાળાનો નંબર, આચાર્યશ્રીનો નંબર, જે શાળામાં પેપર આપવાનું છે તે શાળાનો નંબર, પરીક્ષા કંટ્રોલરુમનો નંબર તેમજ ફેમિલી ડોક્ટરના નંબર હાથવગે રાખવા.
  • વિદ્યાર્થીને કોઈ નિયમિત દવાની જરુરિયાત રહેતી હોય તો અગાઉથી તેની વ્યવસ્થા કરી દેવી.
  • વાલીએ કદી બાળકને સેન્ટર પર એમ ન પૂછવું કે પેપર કેવું ગયું, કેટલા ગુણ આવશે?

https://www.instagram.com/reel/DF5IXnJKNPG/?igsh=Mng4aXFpb2tnaWNi


પેપર લખતી વખતે...

  • ઘડિયાળ કાંડામાંથી કાઢીને સામે ગોઠવવી.
  • OMR કે મુખ્ય પુરવણીમાં ધાર્મિક સંજ્ઞાઓ કે નિશાની કરવી નહીં.
  • OMRમાં યોગ્ય ખરા વર્તુળને પૂર્ણ કરવા ફક્ત કાળી-ભૂરી બોલપેનનો ઉપયોગ કરવો.
  • રફવર્ક પ્રશ્નપત્ર કે મુખ્ય ઉત્તરવહીના છેલ્લા પાના પર આપેલી જગ્યામાં કરવું.
  • કોઈ જવાબ લખતા પહેલા પ્રશ્ન બરાબર વાંચવો.
પરીક્ષાના પહેલા ધ્યાનમાં લેવા જેવી બાબતો...

  • આ દિવસોમાં નવું શીખવાનું ટાળો જે આવડતું હોય તેના પર વધારે ભાર મૂકો.
  • ઉજાગરા આ દિવસોમાં બિલકુલ ન કરવા, ભોજન અને ઉંઘમાં નિયમિતતા રાખવી.
  • રીવીઝન કરતી વખતે અગાઉ થયેલી ભૂલ પર ધ્યાન રાખી રીવીઝન કરવું.
પેપર પુરું થયા પછી...

  • સેન્ટર પર પરીક્ષા આપવા જાઓ ત્યારે થોડા રુપિયા સાથે રાખવા જેથી સેન્ટર પર તેડવા આવેલ વ્યક્તિ કોઈ કારણસર મોડા થાય તો રીક્ષા કરી ઘરે પહોંચી શકાય.
  • થોડો સમય લઈને કે ફ્રેશ થઈ પછીના પેપર વાંચવાનું શરુ કરવું.
વિદ્યાર્થીઓ માટે ઉપયોગી ટિપ્સ

  • OMR Sheet મુખ્ય ઉત્તરવહીમાં વિષયનું નામ અને વિષયનો નંબર સામે વર્તુળમાં જે વિષયની પરીક્ષા આપતા હોય તેની સામે વર્તુંળમાં ઘટ્ટ (.) કરવું.
  • ગણિત જેવા વિષયમાં રફ કામ માટે પ્રશ્નપત્રમાં જગ્યા આપવામાં આવે છે તે જગ્યાનો જ ઉપયોગ કરવો.
  • ખૂબ જ અગત્યનું અજાણતા પ્રશ્નસેટનો ક્રમાંક ભૂલથી અન્ય વર્તુળમાં ઘટ્ટ થઈ જાય તો તરત જ વર્ગ સુપરવાઈઝરનું ધ્યાન દોરવું. બોર્ડના નિયમ પ્રમાણે જરુરી પત્રકોની પૂરવણી કરી આવી ભૂલવાળી OMR Sheet માટે કાર્યવાહી કરી શકશે.
  • પાઠ્યપુસ્તક આધારિત જવાબો લખવા.
  • નવા પ્રશ્નની શરુઆત નવા પાને (Page) થી કરવી.
  • એક આખો વિભાગ નવા પાને (Page) થી શરુઆત કરવી.
  • વાંચી શકાય તેવા અક્ષરો, શબ્દો વચ્ચે જગ્યા છોડવી.
  • વિસ્તૃત પ્રશ્નોના મુદ્દાઓ છુટા પાડીને લખવું.
  • બ્લ્યુ રંગની શાહીથી લખવું, જેલ પેનનો ઉપયોગ ટાળવો.
  • કોઈ દાખલો બે થી વધારે પ્રયાસ કરવા છતાં ન મળે તો વધારે પ્રયાસ ન કરવો.
  • OMR /મુખ્ય જવાબવહી પર લગાડવામાં આવતા બારકોડ સ્ટીકરનો નંબર હોલટીકીટમાં અવશ્ય લખવો અને તે બારકોડ પોતાનું જ છે તેની ખાતરી કરી લેવી.
  • પેપર સેટનો નંબર OMR Sheet પર અવશ્ય દર્શાવવો.
  • તમામ પરીક્ષાખંડો, CCTV થી કાર્યરત હોય તેથી પરીક્ષાર્થીઓએ કોઈ પણ વસ્તુઓનું આદાનપ્રદાન ન કરવું.
  • બોર્ડનો કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત હોય છે, જેથી મૂંઝવતા પ્રશ્નો પરત્વે માર્ગદર્શન મેળવી શકો છો.
  • પરીક્ષા ખંડમાં કોઈપણ પ્રકારની ભૂલ કે સમસ્યા સર્જાય તો ખંડનિરીક્ષકનું ધ્યાન દોરવું.

  • Follow us on: