આપણા ઘરમાં બિન જરૂરી લાઇટ પંખા ચાલુ હોય તો ઘરના વડીલ તરત ટોકે. કારણ કે વગર કામના લાઇટ પંખા ચાલુ રાખવાથી વીજળીનું બિલ વધારે આવે છે. ત્યારે ઘણા લોકોના મનમા સવાલ એ આવે કે પંખો ફુલ સ્પીડમાં રાખો કે ધીમી. બિલમાં કંઇ ફેર પડે ખરા ? શું છે સત્ય આવો જાણીએ


તમને જણાવી દઈએ કે પંખો ઇલેક્ટ્રિક મોટર પર કામ કરે છે. જ્યારે આપણે પંખાની ગતિ ઓછી કરીએ છીએ, ત્યારે આપણે ખરેખર મોટરને ઓછી ઝડપે ચલાવવા માટે કહીએ છીએ. પરંતુ આનો અર્થ એ નથી કે મોટરને પાવરની ઓછી જરૂર પડે.

એ દેખીતુ છે કે જૂના પંખામાં મેકેનિકલ રેગ્યુલેટર હોય છે જે પંખાની ગતિને ઓછી કરવા માટે મોટરની પ્રતિરોધ ક્ષમતા વધારે છે. . આ પ્રક્રિયામાં થોડી વીજળીનો વપરાશ થાય છે, પરંતુ તે ઓછી હોય છે. આથી જૂના પંખાને ઓછી ઝડપે ચલાવવાથી વીજળીની બચત કરી શકાય છે.

નવા પંખામાં ઈલેક્ટ્રોનિક રેગ્યુલેટર હોય છે જે સીધુ જ મોટરને નિયંત્રિત કરે છે. આવા પંખામાં ઓછી સ્પીડે ચલાવવા પર વીજળીના વપરાશમાં ઓછુ અંતર હોય છે. કેટલાક મામલામાં ઓછી સ્પીડ પર ચલાવવા પર વીજળીનો ઉપયોગ વધી પણ જાય છે કારણ કે રેગ્યુલેટરને પણ વીજળીની આવશ્યકતા હોય છે.

આ સિવાય પંખાની ઉર્જા કાર્યક્ષમતા પણ એક વિશેષ પરિબળ છે. જો પંખાને ઓછી સ્પીડે ચલાવો તો વીજળી પણ ઓછી જ ખર્ચ થાય છે. તમને જણાવી દઈએ કે નાના પંખા કરતા મોટા પંખા વધુ વીજળી વાપરે છે. જો કે, મોટા ઓરડાને ઠંડુ કરવા માટે વધુ વીજળીની જરૂર પડે છે. રૂમનું તાપમાન જેટલું ઊંચું હશે, પંખાને વધુ પાવરની જરૂર પડશે.

જો કે પંખો ઓછી ઝડપે ચલાવવાથી વીજળીના વપરાશમાં થોડી બચત થઈ શકે છે, પરંતુ આ બચત બહુ ઓછી છે. જો તમે વીજળી બચાવવા માંગતા હોવ તો તમારે અન્ય પદ્ધતિઓ પર ધ્યાન આપવું જોઈએ. ઉદાહરણ તરીકે, ઝડપથી ચાલતા પંખાનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત જ્યારે રૂમમાં કોઈ હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

  • Follow us on: