પ્રેટોલ અને ડિઝલના વધતા ભાવને કારણે હવે લોકો ધીરે ધીરે ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ ચાલુ કર્યો છે. બાઈક, કાર અન સ્કૂટર્સ બધામાં ઇલેક્ટ્રિક સેંગ્મેન્ટ તૈયાર છે. સરકાર પણ તેને પ્રમોટ કરે છે અને ઇલેક્ટ્રિક વાહનો ઉપયોગ કરવાનું કહે છે. પરંતુ ઇલેક્ટ્રિક વાહનોની મોટી સમસ્યા છે તેને ચાર્જ કરવું. ભારત દેશમાં ચાર્જિંગ સ્ટેશનની ખૂબ ઓછા છે. અને આ સમસ્યા વધતી જઈ રહી છે.
જો કે વિદેશના લોકો લિથિયમ ઓયન બેટરીવાળા વાહનોનો ઉપયોગ વધારે કરે છે. તેમજ એક એવો દેશ જે ઇલેક્ટ્રિક વાહનોની ટેકનોલોજીમાં ચાર પગલા આગળ છે. આ દેશ સમુદ્રી મીઠાની બેટરી બનાવે છે જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોમાં કરવામાં આવશે. આ એક પ્રકારનું સોલ્ટ આયન બેટરી છે જે સોડિયમથી તૈયાર કરવામાં આવી છે. તેમજ સોડિયમ સમુદ્ર મીઠામાં ભરપૂર માત્રામાં મળી રહે છે.
આ દેશે કરી શરૂઆત
અત્યાર સુધી તમે જેટલા પણ ઇલેક્ટ્રિક વાહનો જોય તેમાં લિથિયમ ઓયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે હવે ચીનની એક કંપની છે તે સોલ્ટ આયન બેટરી બનાવી રહ્યું છે, જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોમાં કરવામાં આવશે. ચીનની એક કંપનીએ આ ટેકનીકથી આધારિત ત્રણ સ્કૂટર બનાવ્યા છે અને તેને બજારમાં બતાવામાં આવ્યા છે હજુ સુધી લોન્ચ નથી કરાયા. આ સ્કૂટરની કિંમત 400 ડોલર થી 600 ડોલર સુધીની રાખવામાં આવી છે.
15 મિનિટમાં થશે ચાર્જ
એક બાજુ જ્યા લિથિયમ આયન બેટરીવાળા ઇલેક્ટ્રિક વાહનોથી ચાર્જિંગમાં વધારે સમય લાગે છે અને સોલ્ટ આયન બેટરી ફક્ત 15 મિનિટમાં વાહનને ચાર્જ કરી દે છે. ચીનના હાંગ્જો શહેરમાં આવેલ એક શોપિંગ મોલમાં આ સ્કૂટરનું લાઈવ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. તેમજ તે દરમિયાન ચાર્જિંગ સ્ટેશન પણ લગાવામાં આવ્યા હતા જેમાં બેટરીને ચાર્જ થતા 15 મિનિટનો ટાઈમ લાગ્યો હતો.