પહેલાના જમાનામાં જ્યારે યુદ્ધ થતું તો એ તલવાર, તીર, તોપ વડે થતું. પરંતુ આજ ના સમયમાં યુદ્ધની પરિભાષા જ બદલાઈ ગઈ છે. આજે યુદ્ધ મિસાઈલો, ફાઈટર જેટ, મિસાઈલ ડિફેંસ સિસ્ટમ અને સબમરીનથી થાય છે. જો સરળ શબ્દોમાં કહીએ તો તમારી જળ સેના, વાયુ સેના કેટલી તાકાતવર છે એ ત્યારે નક્કી થાય છે જ્યારે તમારી સામે રહેલા દુશ્મનો ક્યા સુધી ટકી શકે છે.
ઉદાહરણ રીતે, રશિયા અને યૂક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાં એક બાજુ રશિયા એકલું છે અને બીજી બાજુ યૂરોપ અને અમેરિકા મળીને યૂક્રેનને મદદ કરે છે. તો પણ રશિયાને હરાવી ના શક્યા. આવું એટલા માટે થયું કારણ કે રશિયા પાસે આધુનિક હથિયારો છે અને તેમની ડિફેન્સ ઈન્ડસ્ટ્રી ખૂબ શક્તિશાળી છે. રશિયા પાસે એટલા હથિયારો છે કે તે આગળ પણ ઘણા વર્ષો સુધી કોઈ પણ દેશ સાથે લડી શકે છે. યૂએસઆર પહેલા રશિયા ખૂબ શક્તિશાળી હતું અને હાલ રશિયા એકલું બીજા દેશ પર ભારી પડી રહ્યું છે.
સબમરીનને લઈને સૌથી વધુ ચર્ચા
આધુનિક મિસાઈલોના જેમ સબમરીનની પણ દુનિયામાં ચર્ચા થઈ રહી છે. તેને ખરીદવા અને લેવા માટે બંને તૈયાર છે. ભારતને સબમરીન વેચવા યૂરોપના બે દેશો જર્મની અને સ્પેન બંને કોમ્પિટિશન કરી રહ્યું છે. ભારતને અરબો ડોલરમાં આ સબમરીન કોણ વેચશે. સમુદ્રમાં કયા દેશનું રાજ ચાલશે. અમેરિકા, ચીન, ભારત, રશિયા જેવા પરમાણુ શક્તિથી સબમરીન ઓપરેટ કરે છે. જેનાથી હવે દુનિયામાં સબમરીનને લઈને સ્પર્ધા વધી ગઈ છે.
સૌથી વધુ મોંઘી સબમરીન
સબમરીનની તાકાત મહત્વપૂર્ણ યોગદાન આપે છે. એટલા માટે જ ઘણા દેશ તેને ખરીદવા માટે વધુમાં વધુ પૈસા આપે છે. એક સામાન્ય સબમરીનની કિંમત અંદાજિત 2 બિલિયન ડોલરથી 5 બિલિયન ડોલર હોય છે. અને એક પારંપરિક સબમરીનની કિંમત 500 થી 800 મિલિયન હોય છે. આની કિંમત કેવા પ્રકારની મશીનની ડિઝાઈન જોઈએ છીએ તે રીતે તેની કિંમત કરવામાં આવે છે તે હિસાબથી કિંમતમાં વધ-ઘટ્ટ થાય છે.
દુનિયાની સૌથી મોંઘી સબમરીન જે છે એ બૈલિસ્ટિક મિસાઈલ સબમરીન છે. તે અમેરિકી સેના તેનો ઉપયોગ કરે છે. આ એક કોલંબિયા ક્લાસ સબમરિન છે. એવી માહિતી પણ છે કે આ સબમરીન 2027 સુધીમાં અમેરિકી સેનાને સોંપી દેવામાં આવશે.
કિંમત અને તેની ખાસિયત
રિપોર્ટ અનુસાર, અમેરિકી નેવીમાં શામિલ થવા વાળી કોલંબિયા ક્લાસ સબમરીનની કિંમત 10 બિલિયન ડોલર છે તેવું કહેવામાં આવી રહ્યું છે. અમુક રિપોર્ટમાં એક સબમરીનના કિંમત 16 બિલિયન ડોલર બતાવવામાં આની છે. આ સબમરીનનો નિર્માણ પ્રોજેક્ટમાં 130 બિલિયન ખર્ચ કરવામાં આવી રહ્યા છે. આમાં આધુનિક S1B રિએક્ટર લગાવામાં આવ્યા છે. જે 40 વર્ષ સુધી તેને ફ્લુ રિફીલ કર્યા વગર ચલાવી શકો છે. આમાં પહેલા થી વધારે ડિજિટલ સિસ્ટમ છે જે ક્રૂ વગર પણ ઓપરેટ થઈ શકે છે.