ગરમીની સીઝનમાં આવે અને તેની સાથે કેરીની સીઝન પણ ચાલુ થઈ જાય છે. માર્કેટમાં ગરમીની સીઝનમાં કેરી ઘણી જોવા મળે છે. ક્વોલિટી અને વેરાયટી પ્રમાણે કેરીની કિંમત હોય છે. ભારતમાં મુખ્ય રીતે આલ્ફાન્ઝો અને આફુસ કેરી છે જે સૌથી મોંઘી વેચાય છે.
પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી મોંઘી કેરી ભારતના કયા રાજ્યમાં મળે છે. અને તેની કિંમત શું છે? તમને જાણીને નવાઈ લાગશે ભારતના આ રાજ્યમાં મળતી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી છે. અને આની કિંમત એક ફ્લેટ ખરીદવા બરાબર છે.
ભારતના આ રાજ્યમાં મળે છે મોંઘી કેરી
દુનિયાની સૌથી મોંઘી કેરીની ખેતી ભારતના મધ્યપ્રદેશના જબલપુરમાં થાય છે. મધ્યપ્રદેશમાં થતી આ કેરીનું નામ મિયાઝાકી છે અને આ જાપાનના શહેર મિયાઝાકી શહેરથી લેવામાં આવ્યું છે. આ શહેર દુનિયાભરમાં ફેમસ છે. આની ખેતી ગરમીમાં કરવામાં આવે છે. એટલા માટે જ આ કેરીને એગ ઓફ ધ સન કહેવામાં આવે છે. બિહારના પટના જિલ્લામાં મસૌઢીના કોરિયાવા ગામમાં મિયાઝાકીની ખેતી થવા લાગી છે.આ કેરીની ખાસિયત જોઈને બિહારના ખેડૂતો પણ આ કેરીની ખેતી કરી રહ્યા છે. આ કેરી ગુલાબી અને જાંબલી રંગની હોય છે અને તે કેરી જોવામાં સરસ લાગે છે.
શું છે આ કેરીની કિંમત?
આંતરરાષ્ટ્રીય બજારમાં આ એક કિલો કેરીની કિંમત અંદાજિત 2.5 લાખ થી 3 લાખ રૂપિયા છે. આ કેરીની ખેતી કડક સુરક્ષા વચ્ચે કરવામાં આવે છે. એટલા માટે ખેતરમાં સુરક્ષા ગાર્ડ રાખવામાં આવે છે. તેમજ સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવેલ છે. આ કેરીની કિંમત અને તેની લોકપ્રિયતા જોઈને આ સુરક્ષા રાખવી જરૂરી છે.
મિયાઝાકી કેરી ના છે ઘણા લાભ
દુનિયાની સૌથી મોંઘી કેરી ફક્ત રસીલી જ નહી પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ, બીટા કૈરોટિન અને ફાઈબર હોય છે. આ આંખો માટે ફાયદાકારક છે.