• ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ ભરવામાં ન કરશો ઉતાવળ
  • કેટલીક વાર ફોર્મ ભરતા થઇ જાય છે ભૂલ
  • આવા સંજગોમાં એક ટુલ ભૂલ સુધારવામાં કરશે મદદ 

ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લા તારીખ 31 જુલાઇ છે. હવે બસ થોડા જ દિવસ બાકી છે. ત્યારે જો તમે પણ રિટર્ન ભરતા હોવ તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી છે. ઘણીવાર ઉતાવળમાં ફોર્મ ભરવામાં કેટલીક માહિતીઓ ખોટી ભરાઇ જાય છે તો કેટલીક માહિતી ભરવાની જ રહી જાય છે. ત્યારે આવા સમયે શું કરવું આવો જાણીએ.

ફોર્મ ભરતા ભૂલ થઇ તો ?

જો તમે પણ ઈન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ ભરવામાં કોઈ ભૂલ કરી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. જો ફોર્મમાં કોઈ ભૂલ હોય, તો આવકવેરા વિભાગનો ડિસ્કાર્ડ ITR વિકલ્પ કામ આવશે.

આ વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે. જો તમે કોઈપણ માહિતી ખોટી રીતે ભરી દીધી હોય અથવા કોઈ મહત્વની માહિતી આપવાનું ભૂલી ગયા હોવ, તો ડિસ્કાર્ડ ITR વિકલ્પ બંને પરિસ્થિતિઓમાં ઉપયોગી થઈ શકે છે. ત્યારે આવો જાણીએ ડિસ્કાર્ડ ITR વિકલ્પનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ.

કેવી રીતે કરશે ડિસ્કાર્ડ ITR વિકલ્પનો કેવી રીતે ઉપયોગ ?

આ વિકલ્પનો ઉપયોગ કરવા માટે તમારે આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલની મુલાકાત લેવી પડશે.

www.incometax.gov.in → Login → e-File → Income Tax Return → e-Verify ITR → "Discard"

  • હવે સૌથી પહેલા તમારે આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરવાનું રહેશે.
  • ત્યારબાદ 'ઈ-ફાઈલ' ટેબ પર 'ઈન્કમ ટેક્સ રિટર્ન'માં 'ઈ-વેરિફાઈ રિટર્ન' વિકલ્પ પસંદ કરવાનો.
  • નવું પેજ ખુલતાની સાથે જ તમે અનવેરિફાઇડ ITR જોવા મળશે
  • અહીં તમે બે વિકલ્પો જોશો - e-verify અને discard.
  • તમે discard વિકલ્પ પર ક્લિક કરી શકો છો.

ITR discard વિકલ્પ સંબંધિત મહત્વપૂર્ણ શરતો

આવકવેરા વિભાગે તેની સત્તાવાર વેબસાઇટ પર આ સંબંધમાં નવીનતમ અપડેટ આપ્યું છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું કહેવુ છે કે ડિસ્કાર્ડ આઇટીઆર ઓપ્શનનો ઉપયોગ માત્ર આઇટીઆર ફોર્મ વેરિફાઇડ કર્યા પહેલા જ કરી શકાય છે. આ ઓપ્શનનો એકથી વધારે વખત પણ ઉપયોગ કરી શકાય છે.

ITR ફોર્મ ભરીને સબમિટ કર્યા પછી તમને લાગે છે કે આપેલી જાણકારીમાં કોઇ ભૂલ થઇ તો તો તરત જ પોર્ટલ પર વિઝિટ કરીને આ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. પરંતુ ટેક્સપેયર્સ કે જેનણે આઇટીઆર ફોર્મ ભરીને વેરીફાઇ પણ કરી લીધુ છે તો તેઓ આ ઓપ્શનનો ઉપયોગ કરી શકશે નહી.


  • Follow us on: