ભારતમાં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે. જો તમે પણ ફરવાનું ગમે છે તો તમારે પહાડો થી લઈને સમુદ્ર જેવા બધી જગ્યાઓને એક્સપ્લોર કરવી જોઈએ. પણ શું તમે જાણો છો ભારતના સુંદર બીચ કયા છે તેમજ તે બીચ સૌથી સાફ બીચ ગણાય છે. તો જાણો કે ભારતના સૌથી સુંદર અને સાફ બીચ કયા છે.


મહાસાગર ફક્ત પાણીનો સ્ત્રોત જ નથી પરંતુ દુનિયાના લાખો લોકોને આહાર અને પોષણ આપે છે. તે વૈશ્વિક અર્થવ્યવસ્થાને યોગદાન આપે છે. તેમજ તમને ખબર છે મહાસાગર દિવસ ઉજવવામાં આવે છે, જાણો તે ક્યારે ઉજવવામાં આ છે અને કેવી રીતે તેની શરૂઆત થઈ હતી.

કેવી રીતે થઈ મહાસાગર દિવસની શરૂઆત?

વર્ષ 1992માં પૃથ્વી શિખર સંમેલનમાં ઓશંસ ઈંસ્ટિટ્યૂટ ઓફ કન્નડા અને કન્નડાના ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ડેવલોપમેન્ટે વિશ્વ મહાસાગર દિવસને ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ 2008માં આને ઉજવવા માટે તેની શરૂઆત કરવામાં આવી. આને ઉજવવાનું એક જ કારણ હતું કે મહાસાગરને બચાવવા.

ભારતના 5 સાફ બીચ કયા છે?

શિવરાજપુર બીચ, ગુજરાત

ગુજરાતના દ્વારકામાં સ્થિત શિવરાજપુર બીચ સુંદર અને સાફ બીચ છે. તેમાં રહેલ પાણી એકદમ સાફ હોય છે. ત્યા પીવાના પાણી તેમજ શૌચાલયની સુવિધા પણ ઉપલબ્ધ છે. તમે અહીયા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે ફરવા જઈ શકો છો.

પદુબિદ્રી બીચ, કર્નાટક

પદુબિદ્રી બીચ કર્નાટકમાં આવેલો છે. તેમજ તેનું પાણી અને સફેદ રેતી આ જગ્યાની શોભા વધારે છે. આ બીચ એટલો સાફ હોય છે કે તમે અહીયા આખો દિવસ આનંદ માણી શકો છો.

ગોલ્ડન બીચ, ઓડિશા

આ બીચ પર દર વર્ષે હાજરો લોકો આવે છે. ગોલ્ડન બીચની સુંદરતા તમને મનમોહક કરી દેશે. તેમજ ગોલ્ડન બીચ પર ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. તમે અહીયા સુકૂન અને શાંતિની પળો વિતાવી શકો છો. ગોલ્ડન બીચનો નજારો ખૂબ જ સુંદર અને જોવાલાયક છે.

કપ્પડ઼ બીચ, કેરળ

કેરળનો કપ્પડ઼ બીચ ને કપ્પાકડાવુ પણ કહેવામાં આવે છે. આ બીચ તેના ઐતિહાસિક મહત્વના કારણે ફેમસ છે. આ બીચ ખૂબ જ સુંદર અને સાફ છે તેમજ અહીયા ઘણા લોકો આરામ કરવા પણ જાય છે. સુંદર નજારો જોવા પણ લોકો જાય છે.

ઋષિકોંડા બીચ. આંધ્ર પ્રદેશ

રૂશિકોંડા બીચ આંધ્ર પ્રદેશના વિશાખાપતનમ શહેરના લગભગ 8 કિલોમીટરની દૂરીએ આવેલો છે. આ બીચ ખૂબ જ સુંદર અને સાફ છે. અહીયા ઝાડ, છોડ વધારે જોવા મળે છે. આ જોઈને તમારુ મન મોહિત થઈ જશે. અહીયા પૈરાસેલિંગ, જેટ સ્કીઈંગ, વિંડ સર્ફિંગ જેવી રાઈડ્સ ઉપલબ્ધ છે.


  • Follow us on: