• ડોમેસ્ટિક ફ્લાઈટ અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ નિયમો હોય છે અલગ-અલગ
  • ડોમેસ્ટિક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય મૃતકોના પરિવારજનોને મળે છે 20 લાખ
  • ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં વીમાની રકમ સિવાય ભારત સરકાર પણ સહાય આપી છે

ભારતના પડોશી દેશ નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સૌર્ય એરલાઇન્સનું એક વિમાન 9N-AME (CRJ 200)નો અકસ્માત સર્જાયો છે. જાણવા મળી રહ્યું છે કે, આ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે.

પ્રાથમિક જાણકારી અનુસાર આ દુર્ઘટના પાછળ ટેક્નિકલ ખામી હોવાનું જાણવા મળ્યું

મંગળવારે સવારે વિમાન ટેકઓફ કર્યું તેની સાથે જ થોડી જ સેકન્ડોમાં જમીન પર પડી ગયું હતું. આ દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકોએ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે, વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારને પણ વીમાના પૈસા મળે છે કે કેમ. આવો આજે અમે તમને આ સંબંધિત કાયદા વિશે વિગતવાર માહિતી આપીએ છીએ.

ભારતમાં વિમાન દુર્ઘટના વીમાનો નિયમ શું છે?

ભારતમાં જો ડોમેસ્ટિક ફ્લાઈટનો અકસ્માત થાય અને અકસ્માતમાં કોઈનું મૃત્યુ થાય તો વીમાની જોગવાઈ છે. વર્ષ 2014માં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો ડોમેસ્ટિક ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થાય છે તો આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારજનો 20 લાખ રૂપિયા આપવામાં આવશે.

ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે અલગ નિયમો છે

ડોમેસ્ટિક ફ્લાઈટ દુર્ઘટનાના કિસ્સામાં મૃતકોના પરિવારને 20 લાખ રૂપિયાનું સહાય મળે છે. પરંતુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે નિયમો અલગ છે. જો કોઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટની દુર્ઘટના થાય છે, તો તે અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને એરલાઇન્સ તરફથી 1,13,100 SDR (સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ) આપવામાં આવે છે. જેની ભારતીય રૂપિયામાં લગભગ 1 કરોડ 24 લાખ રૂપિયા થશે. આ સિવાય ભારત સરકાર જે પણ સહાય આપવા માંગે છે તે મૃતકોના પરિવારજનોને અલગથી આપી શકે છે.

ફ્લાઈટમાં કેવી રીતે વીમો લેવાનો હોય

હવે સવાલ એ થાય છે કે શું ટ્રેનની ટિકિટની જેમ વિમાનની ટિકિટ ખરીદતી વખતે વીમો લેવો પડે છે. જ્યારે આપણે ભારતમાં ટ્રેનની ટિકિટ બુક કરીએ છીએ ત્યારે ટિકિટ સાથે આપણે વીમો પણ ખરીદીએ છીએ. આવું એટલા માટે કે જો યાત્રી સાથે કોઈ કોઈ ઘટના બને તો તેના પરિવારના સભ્યોને વળતર મળે. જોકે ફ્લાઈટની ટિકિટ સાથે આવું નથી હોતું. વિમાનની ટિકિટમાં અન્ય નિયમો લાગુ પડે છે. જ્યારે પ્લેન ટેકઓફ થવાનું હોય છે તે પહેલા આખી ફ્લાઈટનો વીમો લેવામાં આવે છે.

  • Follow us on: