• પત્નીનો પતિ તથા સાસરી પક્ષની સંપત્તિમાં કોઈ અધિકાર નથી
  • પતિના મૃત્યુ બાદ સાસરી પક્ષની સંપત્તિમાં હક મેળવી શકે છે
  • છૂટાછેડા બાદ કોર્ટના આદેશ પર માત્ર ભરણપોષણ મેળવી શકે

ભારતમાં ઘણી મહિલાઓને આ અંગે જાણકારી નહીં હોય કે તેમના પતિ અને સાસરી પક્ષની સંપત્તિમાં કેટલો હક હોય છે. આ કાયદા અનુસાર જાણવાનો પ્રયત્ન કરીશું કે પત્નીનો પતિ અને સાસરી પક્ષની સંપત્તિ પર કેટલો હક હોય છે.

પતિના મૃત્યુ બાદ વિધવા મહિલા સંપત્તિ પર કરી શકે હક

હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમના સેક્શન 8 હેઠળ પત્નીનો તેમના સાસરી પક્ષ અને પતિના વડીલોપાર્જિત સંપત્તિમાં કોઈ અધિકાર નથી. મહિલાઓ આવી સંપત્તિમાં કોઈ હક કે દાવો કરી શકતી નથી. જોકે પતિના મૃત્યુ બાદ મહિલા એટલે કે વિધવાનો તેમના સાસરી પક્ષની સંપત્તિમાં અધિકાર હોય છે.

વિધવા મહિલા સાસરી પક્ષની સંપત્તિમાં પતિના ભાગનો હક મળેવી શકે

જો કોઈ મહિલા વિધવા થઈ જાય છે તો તે તેમના સાસરી પક્ષની સંપત્તિમાં એટલો જ હક મેળવી શકે છે જેટલો તેના પતિનો હક હોય. એટલે કે પતિ જીવિત હોય ત્યારે પત્નીનો પતિની વડીલોપાર્જિત જમીન પર કોઈ હક નથી.

છૂટાછેડા બાદ પત્નીનો કેટલો અધિકાર?

છૂટાછેડા લેતા સમયે એક મહિલા અદાલતમાં પતિની મિલકતમાં પોતાના હકનો દોવો કરી શકે છે. જ્યારે મિલકતની ખરીદીમાં પત્નીનો ફાઇનાન્સિયલી યોગદાન આપ્યું હોય તો હક કરી શકે છે. ઉલ્લેખનીય છેકે, ભારતમાં છૂટાછેડા પછી પત્નીને કોર્ટના આદેશ પર માત્ર ભરણપોષણ મળે છે. ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા પતિના માસિક પગારના 25% બેન્ચમાર્ક રકમ નક્કી કરવામાં આવી છે.

  • Follow us on: