આગરામાં સ્થિત તાજમહેલ વિશ્વની 7 અજાયબીઓમાંથી એક છે. આવી સ્થિતિમાં શું તમે જાણો છો કે તાજમહેલનું જૂનું નામ શું હતું? ચાલો જાણીએ. તાજમહેલ ભારતની ધરોહર છે. જે મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝ માટે બનાવ્યો હતો. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે પહેલા આ સુંદર ઈમારતનું નામ તાજમહેલ ન હતું.
તાજમહેલ
તાજમહેલનું બાંધકામ 1632 થી 1653 સુધી ચાલ્યું હતું અને તેને તે સમયના અનોખા મુઘલ સ્થાપત્યનું ઉદાહરણ માનવામાં આવે છે. તાજમહેલ લાલ કિલ્લા પાસે યમુના નદીના કિનારે આવેલું છે. તાજમહેલનું નિર્માણ શાહજહાં દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે તેની પત્ની મુમતાઝ મહેલે તેના મૃત્યુ પછી તેને વચન આપ્યું હતું કે, તેની યાદમાં વિશ્વની સૌથી સુંદર સમાધિ બનાવવામાં આવશે. તાજમહેલના નિર્માણમાં લાલ પથ્થર, સફેદ આરસ, પિત્તળ, સોનું, નીલમ, મોતી, મકરાણી પથ્થર અને અન્ય રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રેમના પ્રતિક
પ્રેમના પ્રતિક એવા તાજમહેલનું જૂનું નામ અને તેની પાછળનો ઈતિહાસ સમજવો જરૂરૂ છે. મુમતાઝ અને શાહજહાંની કબરો તાજમહેલમાં બનેલી છે. કહેવાય છે કે, શાહજહાંને તેની ત્રણ પત્નીઓ સાથે અહીં દફનાવવામાં આવ્યો છે.
રઉજા-એ-મુનવ્વરા
પરંતુ શાહજહાંએ પોતાનો પ્રેમ દર્શાવવા માટે મુમતાઝ માટે તાજમહેલ બનાવ્યો હતો. જે સમયે બેગમ મુમતાઝને અહીં દફનાવવામાં આવી હતી તે સમયે તેનું નામ ‘રઉજા-એ-મુનવ્વરા’ રાખવામાં આવ્યું હતું. જે પાછળથી તાજમહેલ તરીકે જાણીતો બન્યો.