અમદાવાદ વિમાન દુર્ઘટનામાં, એર ઈન્ડિયાના વિમાનમાં સવાર 242 લોકોમાંથી એક યુવાન બચી ગયો, જેમાં બાકીના 241 લોકો મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટનામાં બચી ગયેલો યુવાન હવે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. લોકો તેને "ભગવાનનો માણસ" કહી રહ્યા છે. આ ચમત્કાર પછી હાલ એક નામ ફરીથી યાદ કરવામાં આવી રહ્યું છે. તે વ્યક્તિ જેને વિશ્વનો સૌથી ભાગ્યશાળી માણસ કહેવામાં આવે છે.


મોત સામે લડનારો માણસ

આ ભાગ્યશાળી માણસ એટલે ફ્રેન સેલાક. ફ્રેન સેલાકનું જીવન કોઈ ફિલ્મી દુનિયાથી ઓછું નથી. તેના જીવનમાં ઘણા એવા અકસ્માતો થયા હતા, જેમાં તેનો ચમત્કારિક બચાવ થયો હતો. ફ્રેન સેલાકનું જીવન અકસ્માતોથી ભરેલું રહ્યું છે. પરંતુ તે કોઈપણ પરિસ્થિતિમાં દર વખતે જીવતો બચી જાય છે. તેનું જીવન સાબીત કરે છે, "જાકો રાખે સાઇયાં માર સકે ના કોઈ."  ફ્રેન સેલાકનું જીવન એવા ચમત્કારોથી ભરેલું છે જેની સામે નમસ્કાર આપો આપ થઈ જાય છે 

કેવું છે ફ્રેન સેલાકનું જીવન?

ફ્રેન સેલાકનો પહેલો અકસ્માત 1957માં થયો હતો, જ્યારે તે બસમાં મુસાફરી કરી રહ્યો હતો અને અચાનક બસનો ગોજારો અકસ્માત થઈ ગયો. જેમાં બસમાં સવાર બધા લોકો મૃત્યુ પામ્યા અને ફક્ત ફ્રેન સેલાક જ બચી ગયો. ત્યાર બાદ સેલકના જીવનમાં એક ટ્રેન અકસ્માત થયો, તે દરમિયાન પણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ અને નદીમાં પડી ગઈ, આ વખતે પણ તે બચી ગયો. આ પછી, ફ્રેન સેલાકના જીવનમાં એક વિમાન અકસ્માત પણ થયો, આ દરમિયાન વિમાનમાં ટેકનિકલ ખામીને કારણે દરવાજો ખુલ્યો અને તે બહાર ફંગોળાઈ ગયો અને સદ નસીબે તેનો જીવ બચી ગયો પરંતુ વિમાનમાં રહેલા બાકીના લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા.

દિલનો દાતાર ફ્રેન

વાત અહિયાં પૂરી નથી થતી. આ માનવનું જીવન બેવાર કાર બ્લાસ્ટમાં પણ બચી ગયું છે. કારના એન્જિનમાં વિસ્ફોટને કારણે આખી કાર બળીને રાખ થઈ ગઈ હતી, પરંતુ ફ્રેને સમયસર કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો. આ વખતે પણ તેનું નસીબ સારું નીકળ્યું અને તે મૃત્યુને હાથ તાળી આપીને બચી ગયો. ફ્રેનને ખરેખર ભગવાનનો માણસ એટલા માટે કહેવો પડે કેમકે ,જ્યારે ફ્રેને લોટરીમાં 1 કરોડ રૂપિયા જીત્યા, ત્યારે તેણે આ પૈસા પોતાના પર ખર્ચવાને બદલે જરૂરિયાત મંદોમાં વહેંચી દીધા હતા.


  • Follow us on: