અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે. આ પ્લેન બોઈંગ ડ્રીમલાઈનર 787-8 હતું. તમને જણાવી દઈએ કે આ પ્લેનમાં કૂલ 242 લોકો સવાર હતા, જેમાં 230 પેસેન્જર અને 12 ક્રૂ મેમ્બર હતા. આ પ્લેન ઉડાન ભર્યાના 5 મિનિટ બાદ જ ક્રેશ થયું હતું. દુર્ઘટના પહેલા પ્લેનના પાયલટે ATC સાથે સંપર્ક કરીને મદદ માગી હતી પણ ત્યારબાદ જ પ્લેન ક્રેશ થઈ ગયું.
કેટલી છે પ્લેનની કિંમત?
તમને જણાવી દઈએ કે બોઈંગ ડ્રીમલાઈનર 787-8 પ્લેન 26 એપ્રિલ 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પ્લેન ફ્યૂલ એફિશિએન્સી માટે જાણીતું છે. બોઈંગનો દાવો છે કે તેના ડ્રીમલાઈનર પ્લેન બીજા પ્લેનની તુલનામાં 20 ટકા ઓછું ફ્યૂલ ઓછું કરે છે. ત્યારે બોઈંગ ડ્રીમલાઈનર 787-8 પ્લેન સતત 9000 કિલોમીટરની મુસાફરી કરી શકે છે. બોઈંગ ડ્રીમલાઈનર 787-8ની કિંમતની વાત કરીએ તો આ પ્લેન 243.6 મિલિયન ડોલરમાં આવે છે, જે ભારતીય કરન્સીમાં 2100 કરોડ રૂપિયા થાય છે.
3 મહિના ઉડાન માટે મુકાયો હતો પ્રતિબંધ
2013માં બે ડ્રીમલાઈનર 787-8 પ્લેન જાપાનની એરલાઈન્સ કંપનીએ ખરીદ્યા હતા, જેની લિથિયલ આયર્ન બેટરીમાં આગ લાગી ગઈ હતી, એક વિમાનમાં આગ ત્યારે લાગી હતી, જ્યારે તે બોસ્ટનના એરપોર્ટ પાર્કિગમાં ઉભું હતું અને બીજી દુર્ઘટના હવામાં બની હતી, જેના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.આ દુર્ઘટના બાદ દુનિયાભરના દેશોએ ડ્રીમલાઈનર 787-8 પ્લેનની ઉડાન પર 3 મહિના માટે પ્રતિબંધ લગાવી દીધો હતો.