1 નવેમ્બર, 2025થી બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રના નિયમોમાં ઘણા ફેરફારો થઈ રહ્યા છે. આનાથી બેંક ગ્રાહકો, સરકારી કર્મચારીઓ અને નાણાકીય સેવાઓનો ઉપયોગ કરનારા લોકો પર અસર પડશે. ભારતમાં લગભગ દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે આ સેવાઓ સાથે જોડાયેલી છે. આ ફેરફારો મુખ્યત્વે બેંક ખાતાઓ માટે મલ્ટીપલ નોમિનેશન, SBI કાર્ડ ફી અને પેન્શનરો સાથે સંબંધિત છે.


પેન્શનર્સ માટે જીવન પ્રમાણપત્રની તારીખ

તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શનર્સે 1 નવેમ્બરથી 30 નવેમ્બર, 2025ની વચ્ચે તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેશે, જેથી તેમના પેન્શનમાં કોઈપણ રીતે વિક્ષેપ ન પડે. જો કે, સરકારે 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનર્સ માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા 1 ઓક્ટોબરથી જ શરૂ કરી દીધેલી છે. સરકારે બધી બેંકોને નિર્દેશ આપ્યો છે કે જે પેન્શનર્સ ગંભીર રીતે બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ છે અને શાખા પર પહોંચવામાં અસમર્થ છે તેમને ખાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવે. બેંકોએ તેમની સાથે મુલાકાત કરીને તેમના જીવન પ્રમાણપત્રો તૈયાર કરવામાં મદદ કરવી જોઈએ.

બેંક એકાઉન્ટ અને લૉકરના નોમિનીનો નિયમ

આજથી, તમે તમારા ખાતા માટે ચાર લોકોને નોમિનેટ કરી શકો છો. તમે એ પણ નક્કી કરી શકો છો કે આ ચારેય લોકોને કેટલો હિસ્સો મળશે. ઉદાહરણ તરીકે, તમે તમારી બેંક ડિપોઝિટ માટે ચાર લોકોને નોમિનેટ કરી શકો છો, અને નક્કી કરી શકો છો કે દરેકને 25-25 ટકા હિસ્સો મળે. પહેલાં, તમે ફક્ત એક કે બે નોમિની જ રાખી શકતા હતા. આજથી તમે બેંક લોકર માટે ક્રમિક નાંમાંકન એટલે કે સિક્વન્શિયલ નોમિનેશન હેઠળ બેંક લોકર સુવિધાઓનો લાભ લઈ શકો છો. તમે નક્કી કરી શકો છો કે તમારા લોકરમાં કોને પ્રથમ પ્રવેશ મળશે. સરકાર માને છે કે આનાથી વિવાદ અને ક્લેમમાં થનાર વિલંબને ટાળી શકાશે.

પેન્શન સ્કીમના નિયમમાં ફેરફાર

કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓની ચિંતાઓને દૂર કરવા માટે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) થી યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)માં સ્વિચ કરવાની સમયમર્યાદામાં વધારો કર્યો છે. કર્મચારીઓ હવે 30 નવેમ્બર, 2025 સુધી પેન્શન યોજનાઓમાં સ્વિચ કરી શકશે.


  • Follow us on: