દિલ્હીમાં વધતા પ્રદૂષણ સ્તરને કાબુમાં કરવા માટે દિલ્હીની રેખા સરકાર હાલ કૃત્રિમ વરસાદ લાવવાની યોજના બનાવી રહી છે જેને વિજ્ઞાનની ભાષામાં ક્લાઉડ સીડિંગ કહેવામાં આવે છે. આજના લેખમાં ક્લાઉડ સીડિંગ વિશે વિગતવાર જાણીશું.
ક્લાઉડ સીડિંગ એટલે શું ?
ક્લાઉડ સીડિંગનો ગુજરાતી અર્થ કૃત્રિમ વરસાદ કરી શકાય છે. આ ખાસ પ્રક્રિયામાં વાદળોની કુદરતી સ્થિતિમાં ચોક્કસ રીતે રાસાયણિક ફેરફાર કરીને એવી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે જેથી વાતાવરણમાં કૃત્રિમ વરસાદનું સર્જન કરી શકાય. વાદળોમાં રાસાયણિક ફેરફાર કરવાની આ પ્રક્રિયાને ક્લાઉડ સીડિંગ કહેવામાં આવે છે. આ કૃત્રિમ વરસાદની પ્રક્રિયા ત્રણ તબક્કામાં પૂર્ણ થાય છે.
કૃત્રિમ વરસાદમાં મોટી રાસાયણિક પ્રક્રિયા
સામાન્ય રીતે પાણીની બનાવટની વાત નીકળે એટલે હાઇડ્રોજનના બે અણુ અને ઓક્સિજનનો એક અણુ એમ વ્યાખ્યા કરી શકાય, પરંતુ કુદરતને ચેલેન્જ આપીને આખે આખા વાદળની રચના કારવાની થાય એમાં મોટી રાસાયણિક પ્રક્રિયા ભાગ ભજવતી હોય છે. કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ કાર્બાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, મીઠું અને યુરિયા જેવા રાસાયણિક સંયોજનોનું એક સાથે સંગઠન આ પ્રક્રિયાને સફળ બનાવે છે.
પ્રક્રિયા ત્રણ તબક્કામાં પૂર્ણ થાય છે
કૃત્રિમ વરસાદ લાવવા માટે આખી પ્રક્રિયાને ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે. પ્રથમ તબક્કામાં, રસાયણોનો ઉપયોગ ઇચ્છિત વિસ્તાર ઉપર હવાના સમૂહને ઉપર તરફ ધકેલવા માટે કરવામાં આવે છે, જેનાથી વાદળો બને છે. આ પ્રક્રિયામાં કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ કાર્બાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, મીઠું અને યુરિયા સંયોજનો, અને યુરિયા અને એમોનિયમ નાઈટ્રેટ સંયોજનોનો ઉપયોગ થાય છે. બીજા તબક્કામાં, મીઠું, યુરિયા, એમોનિયમ નાઈટ્રેટ, સૂકો બરફ અને કેલ્શિયમ ક્લોરાઇડનો ઉપયોગ કરીને વાદળોનું પ્રમાણ વધારવામાં આવે છે.
ત્રીજા તબતબક્કાનું ખાસ મહત્વ
ક્લાઉડ સીડિંગ પ્રક્રિયામાં પ્રથમ બે તબક્કા બાદ ત્રીજા તબક્કામાં જે વાદળો પહેલેથિજ બનેલા છે તેમાં ચાંદીના આયોડાઇડ અને સૂકા બરફ જેવા ઠંડા રસાયણોનો ઉપયોગ કરીને તેમને વાદળોમાં દાખલ કરવામાં આવે છે. આ રાસાયણિક પ્રક્રિયાનું મુખ્ય કામ વાદળોની ઘનતા વધારવાનું છે,આ વાદળો બાદમાં બરફીલા બરફમાં ફેરવાઈને એટલા ભારે થઈ જાય છે કે આકાશમાં લટકેલા રહી શકતા નથી, અને પછી વરસાદ તરીકે પડવાનું શરૂ કરે છે.