કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)માં દર મહિને જો તમારા PFના પૈસા જમા થાય છે અને આ પૈસાનો ઉપયોગ તમે નિવૃતિ અથવા તો જરૂરિયાતના સમયે કરવા ઈચ્છો છો તો તમારે EPFO એકાઉન્ટ સાથે જોડાયેલા કેટલાક કામને તરત જ પૂરા કરી દેવા જોઈએ. જો આ કામને તમે પૂર્ણ કરતા નથી તો તમે જરૂરિયાતના સમયે EPFOમાંથી પૈસા નહીં ઉપાડી શકો.
આ કામ પૂર્ણ કરી લેવા જરૂરી
જો તમે નિવૃતિ અને જરૂરિયાતના સમયે કોઈ મુશ્કેલી વગર EPFOમાંથી પોતાના PFના પૈસા ઉપાડવા ઈચ્છો છો તો તમારે EPFO સાથે જોડાયેલા કેટલાક કામ પૂર્ણ કરી લેવા જોઈએ. જેમ કે UAN નંબરને પોતાના આધાર કાર્ડ સાથે લિંક કરવો જરૂરી છે. જો તમે UAN સાથે આધાર લિંક કરાવ્યું નથી તો તમારો UAN ડીએક્ટિવ થઈ જશે અને આવી સ્થિતિમાં તમારી PFની રકમ પણ EPFOમાં જમા નહીં થાય અને તમે તે રકમને ઉપાડી શકશો નહીં.
નોમિનીનું નામ મેન્શન કરવું જરૂરી
EPFO એકાઉન્ટમાં જો તમે નોમિનીનું નામ એડ કરતા નથી તો તમે તમારા EPFO એકાઉન્ટમાંથી પૈસા નહીં ઉપાડી શકો. જો તમે EPFO એકાઉન્ટમાં નોમીનીનું નામ એડ કર્યુ નથી તો જલદી જ આ કામગીરી પૂર્ણ કરી લો. તેની સાથે જ તમારે EPFO એકાઉન્ટમાં KYC અપડેટ પણ કરી દેવું જોઈએ.
PF એકાઉન્ટમાં કેવી રીતે અપડેટ કરશો મોબાઈલ નંબર?
EPFOની સત્તાવાર વેબસાઈટ પર જઈને આ પ્રોસેસ કરી શકાય છે. સૌથી પહેલા સભ્યએ પોતાના UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડની મદદથી લોગીન કરવાનું રહેશે. ત્યારબાદ મેનેજ ટેબમાં જઈને કોન્ટેક્ટ ડિટેલ વિકલ્પ પસંદ કરો. અહીં નવો મોબાઈલ નંબર બે વખત નાખ્યા બાદ Get Authorization PIN પર ક્લિક કરો. તમારા નવા નંબર પર એક 4 આંકડાનો પિન આવશે, જેને દાખલ કર્યા બાદ સેવ ચેન્જીસ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ EPFO દ્વારા મોબાઈલ નંબર અપડેટ થવાની પુષ્ટી SMS દ્વારા કરવામાં આવશે.