દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન બહાર સોમવાર સાંજે થયેલા ઘાતક વિસ્ફોટમાં 8 લોકો માર્યા ગયા અને 24 અન્ય લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓએ રાજધાની સહિત અનેક મોટાં શહેરોમાં હાઇ એલર્ટ આપી દેવામાં આવ્યુ છે. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે સાથે દિલ્હી અને એનસીઆરમાં મેટ્રો અને રેલવે સ્ટેશનો માટે પણ હાઇ એલર્ટ જાહેર કર્યુ છે. કોઇ પણ પ્રકારની સંદિગ્ધ ગતિવિધિ બાદ હાઇએલર્ટ જાહેર કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે High Alertમાં શું શું થાય છે? હાઇ એલર્ટ છે શું? આવો જાણીએ....
શું હોય છે હાઇ એલર્ટ
હાઇ એલર્ટનો અર્થ થાય છે કે કોઇ પણ શહેરમાં આતંકી હુમલો, બ્લાસ્ટ કે કોઇ સુરક્ષા જોખમોની આશંકાને જોતા સુરક્ષાને વધારે ઉંચા સ્તર પર વધારી દેવામાં આવે છે. આ દરમિયાન દરેક સુરક્ષા એજન્સીઓ મળીને કામ કરે છે અને કોઇ પણ સંદિગ્ધ ગતિવિધિ પર તરત કાર્યવાહી કરવામાં આવે છે. દરેક જગ્યા પર બેરિકેડિંગ અને ચેકિંગ પણ વધારી દેવામાં આવે છે.
હાઇ એલર્ટ દરમિયાન શું શું થાય છે?
જ્યારે કોઇ શહેર ખાસ કરીને દિલ્હી જેવી રાજધાનીમાં સંભવિત ખતરો, આતંકી હુમલો, વિસ્ફોટ અથવા કોઇ સંવેદનશીલ જાણકારી મળવાની આશંકા હોય છે. ત્યારે સરકાર અને સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ જાહેર કરે છે. દિલ્હી સહિત અનેક જગ્યાઓ પર હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. આવી પરિસ્થિતિમાં પોલીસ અને સુરક્ષાબળ ભીડ ભાડવાળા વિસ્તારમાં રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન, બજાર, એરપોર્ટ અને સરકારી ઓફિસોમાં વધારે તૈનાતી કરે છે અને ભીડભાડ વાળા બજાર અને ધાર્મિક સ્થળ પર સઘન ચેંકિગ જાહેર કરવામાં આવે છે.
હાઇ એલર્ટ દરમિયાન કયા કયા પગલાં ઉઠાવવામાં આવે છે?
-સી.સી.ટી.વી. કેમેરાથી 24 કલાક દેખરેખ રાખવામાં આવે છે, અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવે છે.
-ચેકિંગ અભિયાન તીવ્ર બનાવવામાં આવે છે, ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારો, મેટ્રો સ્ટેશન, બજાર, બસ સ્ટેશન, એરપોર્ટ અને ઐતિહાસિક સ્થળોએ પોલીસ તથા પેરામિલિટરી દળોની તૈનાતી વધારવામાં આવે છે.
-બોર્ડર વિસ્તાર અને એન્ટ્રી પોઇન્ટ્સ પર વાહનોની કડક તપાસ કરવામાં આવે છે.
-ડ્રોન અને બોમ્બ સ્ક્વોડ ટીમોને એલર્ટ પર રાખવામાં આવે છે, જેથી કોઈ પણ સંભાવિત જોખમને ઝડપથી હલ કરી શકાય.
-હોટલો અને લોજની તપાસ પણ કરવામાં આવે છે.
-લોકોને ચેતવણી અને અપીલ કરવામાં આવે છે કે તેઓ સતર્ક રહે, કોઈ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ જોવા મળે તો તરત પોલીસને જાણ કરે.
-હાઇ એલર્ટનો અર્થ ડર નહીં, પરંતુ તૈયારી અને સજાગતા છે.
સીસીટીવી કેમેરાથી 24 કલાક દેખરેખ
હાઇ એલર્ટ દરમિયાન સીસીટીવી કેમેરાથી 24 કલાક દેખરેખ રાખવામાં આવે છે. સંદિગ્ધ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે અને ચેકિંગ અભિયાન વધુ તેજ કરી દેવામાં આવે છે. આની સાથે બોર્ડર એરિયા અને એન્ટ્રી પોઇન્ટ પર વાહનોની કડક તપાસ કરવામાં આવે છે. જ્યારે ડ્રોન અને બોમ્બ સ્કવોડ ટીમ પણ સક્રિય રાખવામાં આવે છે. હાઇ એલર્ટ દરમિયાન પ્રશાસન લોકોને સતર્ક રહેવાની અપીલ પણ કરે છે. કોઇ પણ સંદિગ્ધ વસ્તુ કે જાણકારી તરત પોલીસને આપે. હાઇ એલર્ટનો મતલબ ડર નથી, પરંતુ તૈયારી અને સજાગતા હોય છે.