ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસ પર ભૂટાન માટે રવાના થઇ ગયા છે. તેમનો પ્રવાસ 11 થી લઇને 12 નવેમ્બર સુધી હશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર એક પોસ્ટમાં કહ્યુ કે, ભૂટાન માટે રવાના થઇ રહ્યો છું, જ્યાં વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લઇશ. આ યાત્રા એવા સમયે થઇ રહી છે જ્યારે ભૂટાન મહામહિમ ચોથા રાજાના 70માં જન્મદિવસ મનાવી રહ્યા છે. હું ભૂટાનના મહામહિમ રાજા, મહામહિમ ચોથા રાજા અને વડાપ્રધાન શેરિંગ ટોબગેની સાથે વાતચીત કરીશ. આપણી ઉર્જા ભાગીદારીને મોટા પ્રોત્સાહન તરીકે, પુનાત્સાંગચુ-II હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ મુલાકાત આપણા દ્વિપક્ષીય સંબંધોમાં નવી મજબૂતી ઉમેરશે.
ભારત અને ભૂટાન બૌદ્ધ ધર્મના કારણે એક ખાસ પ્રકારથી જોડાયેલા
ભારત અને ભૂટાન બૌદ્ધ ધર્મના કારણે એક ખાસ પ્રકારથી જોડાયેલા છે. આ ભારત અને ભૂટાન વચ્ચે એક સહિયારો વારસો છે.ભૂટાનથી અનેક શ્રદ્ધાળુઓ અને તીર્થયાત્રી ભારતમાં બોધગયા, રાજગીર, નાલંદા, સિક્કિમ, ઉદયગિરિ, સારનાથ અને અન્ય બૌદ્ધ સ્થળોની યાત્રા કરવા માટે આવે છે, ભારત અને ભૂટાન વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 50મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે, જે ખેન્પોએ રાજગીરમાં ભૂટાન મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ સમારોહની અધ્યક્ષતા કરી હતી.












