આજના આધુનિક યુગમાં લગ્નેત્તર સંબંધો (Extramarital Affairs) એટલે કે લગ્નજીવન બહાર અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધવો એ એક ગંભીર વૈશ્વિક સામાજિક સમસ્યા બની ગઈ છે. આ એક વલણને કારણે વિશ્વભરમાં લાખો હસતા-રમતા પરિવારો બરબાદ થઈ રહ્યા છે. સંબંધોમાં આવતી આ બેવફાઈ માત્ર દંપતીઓને જ અલગ નથી કરતી, પરંતુ તે લોકોમાં માનસિક તણાવ, ડિપ્રેશન અને આત્મહત્યા જેવા આત્મઘાતી વિચારોમાં પણ ભારે વધારો કરી રહી છે.
લગ્નમાં બેવફાઈના કિસ્સા વધ્યા
તાજેતરમાં 'વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ' દ્વારા લગ્ન બહાર વધતી જતી બેવફાઈ અંગે એક વૈશ્વિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ આંકડા પરથી જાણો દુનિયામાં કયા દેશમાં પરિણીત લોકો પોતાના પાર્ટનરને દગો આપે છે. શું ભારતમાં પણ લગ્ન બહારના એકસ્ટ્રા મેરિટેલ અફેરના કિસ્સા વધી રહ્યા છે. એકબાજુ જયાં લોકો શિક્ષિત બની રહ્યા છે પરંતુ વ્યક્તિ સ્વતંત્રતા અને પસંદગીને પણ મહત્વ આપવા લાગ્યા છે. એક સમયે લવમેરેજ કરતા કપલ પણ થોડા સમયમાં બેવફાઈ કરે છે.
લગ્નેત્તર સંબંધો ધરાવતા વિશ્વના ટોચના દેશો
વૈશ્વિક સ્તરે સંબંધોમાં રહેલી વફાદારી ઘટી રહી છે અને સાંસ્કૃતિક તેમજ સામાજિક પરિવર્તનો વચ્ચે કૌટુંબિક માળખું નબળું પડી રહ્યું છે. આ યાદીમાં વિશ્વના વિકસિત અને સમૃદ્ધ દેશોમાં પણ ચોંકાવનારો ટ્રેન્ડ જોવા મળ્યો છે.
૧. થાઈલેન્ડ ૫૧ ટકાના દર સાથે વિશ્વમાં પ્રથમ સ્થાને છે, જ્યાં અડધાથી વધુ પરિણીત લોકો પોતાના જીવનસાથી પ્રત્યે વફાદાર નથી. આ ક્રમમાં બીજા સ્થાને યુરોપનો સમૃદ્ધ દેશ
૨. ડેનમાર્ક આવે છે, જ્યાં આશરે ૪૬ ટકા પરિણીત લોકો પોતાના પાર્ટનરને છેતરીને અન્ય સંબંધો ધરાવે છે. ત્યારબાદ, આધુનિક જીવનશૈલી ધરાવતું.
૩. જર્મની ૪૫ ટકાથી વધુના દર સાથે ત્રીજા સ્થાન પર છે, જ્યાં વસ્તીનો એક મોટો વર્ગ પોતાના લગ્નજીવન સિવાય અન્ય વ્યક્તિ સાથે શારીરિક કે ભાવનાત્મક રીતે જોડાય છે. આ યાદીમાં ચોથા ક્રમે
૪. ઇટાલી આવે છે, જ્યાં પણ લગભગ ૪૫ ટકા લોકો એક કરતાં વધુ પાર્ટનર સાથે સંબંધોમાં હોવાથી કૌટુંબિક માળખા તૂટી રહ્યા છે. જ્યારે પ્રેમ અને રોમાંસ માટે જાણીતું
૫. ફ્રાન્સ આ વૈશ્વિક યાદીમાં ૪૩ ટકાના દર સાથે પાંચમા ક્રમે આવે છે, કારણ કે ત્યાંના સામાજિક વાતાવરણમાં લગ્નેત્તર સંબંધો પ્રત્યે લોકો સરળતાથી દગો કરી અન્ય સંબંધો તરફ વળે છે.
લગ્નેતર સંબંધમાં ભારતમાં શું છે સ્થિતિ?
પશ્ચિમી અને અન્ય દેશોની સરખામણીમાં આ નકારાત્મક વૈશ્વિક યાદીમાં ભારતની સ્થિતિ ઘણી જ સંતોષજનક અને આશ્વાસન આપનારી છે. વિશ્વના સૌથી વધુ બેવફાઈ ધરાવતા ટોચના ૧૦ દેશોમાં પણ ભારત સામેલ નથી. ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં આજે પણ લગ્નને એક અત્યંત પવિત્ર બંધન માનવામાં આવે છે, જેમાં પરસ્પર વફાદારીનું મૂલ્ય સૌથી વિશેષ છે. જો કે, બદલાતા સમય સાથે ભારતના કેટલાક આધુનિક અને શહેરી વિસ્તારોમાં આવા કિસ્સાઓ ચોક્કસપણે વધી રહ્યા છે, તેમ છતાં વૈશ્વિક સ્તરે ભારત આજે પણ નૈતિક અને સામાજિક દ્રષ્ટિએ ઘણો સુરક્ષિત અને મજબૂત દેશ છે.
આ પણ વાંચો : Unemployment : આ દેશના યુવાનો છે સૌથી વધુ બેરોજગાર, ભારત કયા નંબરે આવે છે?