Aadhaar Update: હાલ મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર જીવનનો મુખ્ય ભાગ બની ગયા છે. માણસની ઓળખના પુરાવા તરીકે ભારતમાં આધાર પ્રચલિત છે. સરકારી કામથી લઈને જન્મ અને મરણના દાખલા સુધી તમામ સ્થળ પર આધાર કાર્ડની જરૂરિયાત રહે છે. આધાર એ 12 આંકડાનો નંબર છે. આધાર કાર્ડ નંબર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા આપવામાં આવે છે. આધાર કાર્ડનો નંબર વ્યક્તિ પ્રમાણે બદલતો રહે છે. એટલે કે દરેક વ્યક્તિનો આધાર નંબર અનન્ય હોય છે. આધાર કાર્ડના કારણે વિવિધ સરકારી યોજનાઓનો લાભ પારદર્શી રીતે લાભાર્થીઓ સુધી પહોંચી શકે છે.


આધાર સાથે મોબાઈલ નંબર લિંક કરાવવો અતિ આવશ્યક

આધાર કાર્ડ હવે ભારતીય નાગરિકોના જીવનનો ભાગ બની ગયું છે. મોબાઈલ નંબર મેળવવાથી લઈને ટેક્સ ફાઈલિંગ સુધી આધાર કાર્ડની જરૂરિયાત રહે છે. આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક્ડ કરાવવો અતિ આવશ્યક છે. આધાર કાર્ડમાં અપડેટ કરાવવા માટે મોબાઈલ નંબર પર ઓટીપી આવે છે. આવામાં ઘણા લોકોને સવાલ થાય છે કે, જો આધાર કાર્ડ સાથે લિંક્ડ મોબાઈલ નંબર બંધ થઈ ગયો હોય તો શું? આ લોકોને ઘણી સમસ્યા આવે છે.

આધાર કેન્દ્રની મુલાકાત લો

મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરાવવા માટે આધાર કેન્દ્ર પર જવું પડશે. આ સાથે જૂનો નંબર હટાવી નવો નંબર ઉમેરવા માટે પણ આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડે છે. તમારા નજીકના આધાર કેન્દ્રનું સરનામુ જાણવા માટે UIDAI ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકો છે. જે બાદ તમારે આધાર સેવા કેન્દ્રમાં જઈને અપડેટ ફોર્મ લેવાનું રહેશે.

આ ફોર્મમાં રહેલી તમામ વિગતો ભરી દો. જેમાં તમે તમારો જૂનો નંબર બદલીને કે નવો નંબર એડ કરી શકો છો. આનાથી નવો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકો છો. તમારી ઓળખની ખરાઈ કરવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવશે.

75 રૂપિયા ફી ચૂકવવી પડશે

બાયોમેટ્રિક વેરિફિકેશન થયા બાદ આધાર સેવા કેન્દ્ર ઓપરેટરને તમારે 75 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જે બાદ તમને એક રિસિપ્ટ આપવામાં આવશે. આ રિસિપ્ટની મદદથી તમે અપડેટ સ્ટેટ્સ ચકાસી શકો છે. થોડા દિવસો બાદ તમારું આધાર કાર્ડ નવા મોબાઈલ નંબર સાથે લિંક થઈ જશે.

  • Follow us on: