UIDAIએ બાળકો માટે એક મોટો નિર્ણય લીધો છે. તેને MBU-1 માટે તમામ ચાર્જને માફ કરી દીધો છે. આ નિર્ણયથી લગભગ 6 કરોડ બાળકોને તેનો ફાયદો થવાની આશા છે. 1 ઓક્ટોબર 2025થી આ છૂટ લાગુ કરવામાં આવી છે. 1 વર્ષ સુધી આ નિર્ણય લાગુ રહેશે. આ પગલું બાળકોના બાયોમેટ્રિક ડેટાને અપડેટ રાખવામાં મદદ કરશે.
6 કરોડ બાળકોને 1 વર્ષ માટે લાભ મળશે
UIDAIએ 1 ઓક્ટોબર 2025થી જરૂરી બાયોમેટ્રિક અપડેટ માટે તમામ ચાર્જને માફ કરી દીધા છે. તેનાથી 6 કરોડ બાળકોને 1 વર્ષ માટે લાભ મળશે. તેમના બાયોમેટ્રિક ડેટાને અપડેટ રાખવામાં મદદ મળશે. આ નિર્ણયથી 5થી 17 વર્ષના તમામ બાળકો બાયોમેટ્રિક અપડેટ ફ્રીમાં કરી શકશે. તેનાથી શાળામાં પ્રવેશ, સ્કોલરશીપ અને ડીબીટી યોજનાઓ જેવી સેવાઓનો લાભ ઉઠાવવો સરળ થઈ જશે.
5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર કાર્ડના નિયમ અલગ
UIDAIએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ પગલાથી લગભગ 6 કરોડ બાળકોને ફાયદો મળવાની આશા છે. તમને જણાવી દઈએ કે અગાઉ બાયોમેટ્રિક અપડેટ કરવા માટે ચાર્જ લેવામાં આવતો હતો. પહેલા અને બીજા MBU જો 5-7 અને 15-17 વર્ષની ઉંમરના લોકોનું કરવામાં આવતું હતું તો ફ્રી હતું પણ ત્યારબાદ 125 રૂપિયા પ્રતિ MBUનો ચાર્જ વસૂલવામાં આવતો હતો. ત્યારે હવે UIDAIએ આ નિર્ણય બાદ 5-17 વર્ષના તમામ બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ ફ્રી કરી દીધું છે. આ નિર્ણયની સાથે MBU હવે 5-17 વર્ષની ઉંમરના તમામ બાળકો માટે ફ્રી છે. જો કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર કાર્ડના નિયમ અલગ છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ફિંગરપ્રિન્ટ અને આઈરિસ બાયોમેટ્રિક્સને આધાર નામાંકન માટે કેપ્ચર કરવામાં આવતા નથી.
શું કહે છે નિયમ?
5 વર્ષથી ઓછી ઉંમરના બાળકનો ફોટો, નામ, જન્મતારીખ, લિંગ, સરનામું અને જન્મનો દાખલો આપીને આધાર માટે નામાંકન કરે છે. હવે જ્યારે પણ આ બાળકોને પોતાના બાયોમેટ્રિક અપડેટ કરાવવા હશે તો કોઈ ફી ચૂકવવી પડશે નહીં. બાળક 5 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યારે પ્રથમ વખત MBU કરાવવું પડે છે,જેમાં બાળકના ફિંગર, આઈરિસ અને ફોટો સામેલ હોય છે. આ જ પ્રકારે બાળકોને 15 વર્ષની ઉંમર સુધી પહોંચવા પર ફરી એક વખત બાયોમેટ્રિક્સ અપડેટ કરવાની જરૂર હોય છે. તેને બીજી વખતનું MBU કહેવામાં આવે છે.