દુનિયાની સૌથી મોટી સોલિડ ગોલ્ડ બુદ્ધ પ્રતિમા સોશિયલ મીડિયા પર વારંવાર જોવા મળે છે. શું તમે જાણો છો કે તે કયા દેશમાં આવેલી છે? તેને ગોલ્ડન બુદ્ધ કહેવામાં આવે છે, જે થાઈલેન્ડમાં સ્થિત છે. તે ત્રણ મીટર ઉંચી છે અને તેનું વજન 5500 કિલોગ્રામ છે. 5500 કિલોગ્રામ સોનાથી બનેલી આ પ્રતિમાના વિવિધ ભાગોમાં સોનાની શુદ્ધતાના વિવિધ સ્તરો છે. ઉદાહરણ તરીકે, વાળ અને વેણી 99 ટકા શુદ્ધ સોનાથી બનેલા છે. જાણો થાઈલેન્ડની ગોલ્ડન બુદ્ધ પ્રતિમા કેટલી જૂની છે, તેનું રહસ્ય કેવી રીતે ખુલ્યું અને તેનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ શું છે.
3 મીટર ઊંચી પ્રતિમા
આ 3 મીટર ઊંચી પ્રતિમાનું શરીર આશરે 40% શુદ્ધ સોનાથી બનેલું છે.એવું કહેવાય છે કે,તે 13મી અને 15મી સદી વચ્ચે સુખોથાઈ સમયગાળા દરમિયાન બનાવવામાં આવી હતી.બર્મીઝ આક્રમણ દરમિયાન તેને સાચવવા માટે,તેને સામાન્ય માટીની પ્રતિમા જેવું દેખાડવા અને આક્રમણકારોથી બચાવવા માટે પ્લાસ્ટરથી ઢાંકવામાં આવી હતી.જોકે,તેનું રહસ્ય 1955માં ખુલ્યું હતું,જેનાથી સમગ્ર વિશ્વ ચોંકી ગયું હતું.એવો દાવો કરવામાં આવે છે કે,સુખોથાઈ સામ્રાજ્ય દરમિયાન બૌદ્ધ કલા તેના સુવર્ણ યુગમાં હતી.તેથી,આ પ્રતિમાને સંપૂર્ણપણે સોનાથી બનાવવા આવી હતી.વર્ષો સુધી,તેને માટી બુદ્ધ તરીકે સાચવવામાં આવી હતી.1955માં તેને બેંગકોકના વટ ટ્રાઈમિટ મંદિરમાં ખસેડવાની યોજના બનાવવામાં આવી હતી,પરંતુ એક આકસ્મિક ભૂલથી તેનું રહસ્ય ખુલી ગયું હતું.













