તાજમહેલ ફક્ત એક સ્મારક નથી પણ દેશ વિદેશમાં ભારતની એક ઓળખાણ પણ છે. દર વર્ષે, લાખો પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લેતા હોય છે ત્યારે આજના લેખમાં જાણીએ કે આ પ્રેમનું પ્રતિક કયા દિવસે પર્યટકો માટે બંધ રહે છે અને તેના બંધ થવા પાછળનું કારણ શું છે.
તાજમહેલ શુક્રવારે રહે છે બંધ
આગ્રાની આન બાન અને શાન જેની સુંદર કલાકૃતિ અને ભવ્યતા જોવા માટે આગ્રાની મુલાકાતે દુનિયા ભરમાંથી લોકો આવે છે આવો તાજમહેલ અઠવાડિયાના શુક્રવારે રહે છે બંધ. તાજમહેલ દરરોજ સવારે 6:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રહે છે પરંતુ તાજમહેલ સંકુલની અંદર સ્થિત મસ્જિદમાં શુક્રવારની નમાઝ અદા કરવામાં આવે છે, જેના કારણે તે આ દિવસે બંધ રહે છે.













