હાલના તબક્કે ભારતના મોટા શહેરોમાં સસ્તા મકાનો મળવા એક માથાનો દુખાવો બની ગયો છે. ત્યારે આજના લેખમાં જાણીએ કે ભારતના કયા શહેરોમાં સસ્તા મકાનો શોધવાનું વધુ મુશ્કેલ બન્યું છે.


બેંગલુરુમાં ભાડાની રકમ આસમાને પહોંચી

પોતાના સપના લઈને બહાર ગામથી મેગા સિટીમાં વસવાના સપના સેવતો માણસ હવે શહેરના ભાડા સાંભળીનેજ ભાંગી પડે છે, કેમ કે હાલ મોટા શહેરના ભાડા આસમાને પહોંચી રહ્યા છે. આજ કારણ છે કે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે ઊંચા પગાર હોવા છતાં પણ મેગા સિટીમાં ભડાનું મકાન રાખવું લગભગ અશકય બની રહ્યું છે. બેંગલુરુમાં 1BHK એપાર્ટમેન્ટનો ખર્ચ દર મહિને ₹20,000ની આસપાસ પહોંચી જાય છે જે રકમ ચૂકવવી સામાન્ય વર્ગ માટે અસંભવ બની જાય છે.

માયાનગરી મુંબઈમાં ઓટલો બન્યો અઘરો

બેંગલુરુ કરતા પણ મોંઘું કોઈ શહેર આ યાદીમાં આવતું હોય તો એ છે માયાનગરી મુંબઈ કે જે શહેર માટે એમ કહેવાય છે કે અહીંયા રોટલો મળી જાય પણ ઓટલો મળવો મુશ્કેલ છે. મુંબઇમાં 1BHKના ભાડાના ફ્લેટની કિંમત લગભગ ₹25,000 આસપાસ પહોંચી જાય છે આ સિવાય જુહુ અને મલબાર હિલ જેવા પોશ વિસ્તારોમાં તો લાખોની કિંમતમાં ભાડું વસૂલવામાં આવે છે મધ્યમ વર્ગ માટે મુંબઈ ખરા અર્થમાં સપનું બની જાય છે.

દેશની રાજધાની દિલ્હી છે મોંઘી

બેંગલુરુ કરતા સામાન્ય ઓછું પણ સામાન્ય વર્ગને મોંઘું પડી જાય એવું શહેર છે દિલ્હી-NCR. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો જેમ કે ગુરુગ્રામ, નોઈડા અને ગાઝિયાબાદ જેવા મહાનગરો આ યાદીમાં છે. જ્યાં ભાડાનું મકાન સસ્તી કિમતમાં મળવું મુશ્કેલ બની જાય છે. અહીં પણ, 1BHK ના સાદા ફ્લેટની કિંમત ₹17,000 થી ₹20,000ની વચ્ચે હોય છે. આવા શહેરમાં વિધાર્થીઓ મોંઘવારીના મારથી બચવા રૂમ શેરિંગ પણ કરતા હોય છે.

  • Follow us on: