રાજસ્થાનના ચુરૂમાં રતનગઢ પાસે એક ફાઈટર જેટ ક્રેશ થયું હતું. રક્ષા સુત્રો મુજબ, આ વાયુસેનાના જગુઆર વિમાન હતું, જે ક્રેશ થયું હતું. પોલીસ અને પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લાવવાનું કામ કર્યું હતું. જેટનો કાટમાળ ખેતરોમાં દૂર સુધી ફેલાય ગયો હતો.
આ કાટમાળમાંથી બે મૃતહેદ મળી આવ્યા હતા. આ ઘટના બપોરે લગભગ 1.25 વાગ્યે ભાનોદા ગામ પાસે બની હતી. આવી વિમાન ઘટનાઓમાં સવાલ એ થાય છે કે આ કાટમાળ જાય છે ક્યાં અથવા તો શું તે કાટમાળને ઘટનાસ્થળ પર જ રાખવવામાં આવે છે? જાણો
વિમાન દુર્ઘટના પછી સૌથી પહેલા શું થાય છે?
વિમાન દુર્ઘટના પછી, પહેલા ઇમરજન્સી સેવા એક્ટિવ કરવામાં આવે છે. આ પછી પોલીસ તે વિસ્તારને સીલ કરે છે જ્યાં વિમાન ક્રેશ થાય છે અને કોઈને ત્યાં જવાની મંજૂરી નથી. સામાન્ય લોકો, મીડિયા, કોઈને પણ ઘટનાસ્થળે જવાની મંજૂરી નથી. આનું કારણ એ છે કે કોઈ પુરાવાને સ્પર્શ કરી શકતું નથી અને તેની સાથે છેડછાડ કરી શકતું નથી. એજન્સીઓ વિમાન દુર્ઘટનાની તપાસ કરે છે અને કાટમાળનું નિરીક્ષણ કરે છે. તેઓ ફ્લાઇટ ડેટા રેકોર્ડર, કોકપીટ વોઇસ રેકોર્ડર જેવા સાધનોની શોધ કરે છે, જેથી જેટ અથવા કોઈપણ વિમાન કેમ ક્રેશ થયું તે શોધવાનો પ્રયાસ કરી શકાય.
તે કાટમાળનું શું થાય છે?
કોઈપણ પ્રકારના વિમાન દુર્ઘટના પછી, તેનો કાટમાળ દૂર સુધી પડે છે. જેમ કે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં, વિમાન ક્રેશ થયું અને એક ઇમારત પર પડ્યું. તેનો અડધો ભાગ ઇમારત પર હતો અને બાકીનો જમીન પર પડ્યો. આ પછી, કાટમાળમાંથી બ્લેક બોક્સ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
કાટમાળ વિશે વાત કરીએ તો, પહેલા કાટમાળનો ઉપયોગ તપાસમાં થાય છે, પરંતુ તે પછી તેને તે રીતે છોડવામાં આવતો નથી. જે પણ એજન્સીઓ તે વિમાન દુર્ઘટનાની તપાસ કરે છે, તેઓ કાટમાળમાં રહેલા ભાગોને ખોલીને અલગ કરે છે જે ઉપયોગી હોય છે. આ પછી, તેની લેબમાં તપાસ કરવામાં આવે છે, જેથી તે જોઈ શકાય કે તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે કે નહીં. બાદમાં, જે પણ કાટમાળ ઉપયોગી નથી, તેની હરાજી કરવામાં આવે છે.