જ્યારે પણ આપણે ક્યાંય બહાર જઈએ તો તેના માટે આપણે એક્સપ્રેસ-વે કે પછી હાઈ-વેવાળા રસ્તા પરથી જઈએ છે. તે સિવાય એક કારણ એ પણ છે કે ત્યાં ટ્રાફિક ભાગ્યે જ જોવા મળે છે. પહેલાની સરખામણીએ આજના સમયમાં ક્યાંય જવું હોય તો આજે સરળતાથી જઈ શકો છો.


હાઈવે અને એક્સપ્રેસ-વે ના કારણે આપણે તે જગ્યાએ જલ્દીથી પહોંચી જઈએ છે. પરંતુ શું તમે કોઈ દિવસ વિચાર કર્યો કે એક્સપ્રેસ-વે અને હાઈવેમાં શું અંતર હોય છે તેમજ વધારે લોકોને આ અંતરના વિશે નહીં ખબર હોય.

*એક્સપ્રેસવે અને હાઇવે વચ્ચે નું અંતર શું?

હાઇવે અને એક્સપ્રેસવે બે એવા નામ છે જેણે માઇલના અંતરને કલાકોમાં ફેરવી દીધું છે. હાઇવે અને એક્સપ્રેસવે બંને રસ્તા છે, પરંતુ તે એકબીજાથી ઘણા અલગ છે. દેશમાં એક્સપ્રેસવે પર કામ ચાલી રહ્યું છે. હાઇવે કરતાં એક્સપ્રેસવે પર વાહનો ઘણી વધુ ઝડપે ચાલે છે. એક્સપ્રેસવે વધુ ઊંચાઈએ બનાવવામાં આવે છે. હાઇવે 2 થી 4 લેન પહોળા રસ્તાઓ હોય છે, જ્યારે એક્સપ્રેસવે 6 થી 8 લેન પહોળા હોય છે. એક્સપ્રેસવે માટે અલગ પ્રવેશ અને બહાર નીકળવાના રેમ્પ બનાવવામાં આવે છે. એક્સપ્રેસવે દ્વારા વાહનો ફક્ત મર્યાદિત સ્થળોએ જ પ્રવેશ કરી શકે છે. એક્સપ્રેસવે પર અકસ્માતોની શક્યતા ઓછી હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો, હાઇવે એ રસ્તો છે જે એક શહેરને બીજા શહેર સાથે જોડે છે.

હાલમાં કેટલા એક્સપ્રેસવે અને હાઇવે છે?

દેશમાં એક્સપ્રેસવેની કુલ સંખ્યા 23 છે, જ્યારે 18 પર કામ ચાલી રહ્યું છે. હાઇવેની કુલ સંખ્યા 599 છે.  હાઇવેની લંબાઈ લગભગ 1.32 લાખ કિલોમીટર છે. રાષ્ટ્રીય હાઇવે NH44 ને દેશનો સૌથી લાંબો હાઇવે કહેવામાં આવે છે. તેની કુલ લંબાઈ 3745 કિલોમીટર છે. આ હાઇવે શ્રીનગરથી કન્યાકુમારી સુધી જાય છે.

સ્પીડ લીમિટ અને ટોલ

હાઇવે પર મુસાફરી કરનારાઓને એક્સપ્રેસવે પર મુસાફરી કરનારાઓ કરતા ઓછો ટોલ ચૂકવવો પડે છે. અહેવાલો અનુસાર, એક્સપ્રેસવેની કુલ લંબાઈ લગભગ 4000 કિમી છે. એક્સપ્રેસવે 120 કિમી/કલાક માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. બીજી તરફ, હાઇવે પર મહત્તમ મર્યાદા 80 થી 100 કિમી છે.


  • Follow us on: