પરમાણુ બોમ્બ દુનિયાનું એક એવો હથિયાર છે જે આખા દેશને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. જો તમે જોવા માગતા હોવ કે તે કેટલું ખતરનાક છે, તો તમે જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેરો જોઈ શકો છો, જ્યાં તેની અસર હજુ પણ દેખાય છે. જાપાનના બે શેહેરોમાં પર અમેરિકાએ પરમાણુ બોન્બથી હુમલો કર્યો હતો ને હાલ પણ તેની અસર દેખાય છે. આ કારણથી ઈઝરાયલ ઈચ્છતું નથી કે ઈરાન પાસે પરમાણુ બોમ્બ હોય.
ઈરાન એકવાર પરમાણુ બોમ્બની તાકાતને પ્રાપ્ત કરી લેશે તો આખા મધ્ય પૂર્વ ક્ષેત્રમાં ઈઝરાયલનું વર્ચસ્વ લગભગ સમાપ્ત થઈ જશે. સવાલ એ ઊભો થાય છે કે બાકીના વિશ્વને કેવી રીતે ખબર પડે છે કે કયો દેશ પરમાણુ બોમ્બ બનાવી રહ્યો છે અથવા તેની પાસે પરમાણુ બોમ્બ બનાવવા માટે સામગ્રી છે?
કેવી રીતે જાણી શકાય કે કયો દેશ પરમાણુ બોમ્બ બનાવી રહ્યો છે?
કયો દેશ પરમાણુ બોમ્બ બનાવી રહ્યો છે તે શોધવાની ઘણી રીતો છે. આમાં પહેલું કામ ખાનગી એજન્સીઓનું છે. દરેક દેશમાં અન્ય દેશોની ખાનગી એજન્સીઓ કામ કરે છે. તેમનું મુખ્ય કામ એ શોધવાનું છે કે તે દેશમાં શું ચાલી રહ્યું છે? શસ્ત્રો પર કયી નવી રિસર્ચ થઈ રહી છે? તે દેશમાં કયા ખાનગી મિશન ચાલી રહ્યા છે? તેઓ તેના વિશે ડેટા એકત્રિત કરે છે. તેમાં પરમાણુ હથિયારો લાગતી કોઈ માહિતી બહાર આવે તો તે માહિતીને આંતરરાષ્ટ્રીય લેવલે શેર કરવામાં આ છે જેનાથી તે દેશના પરમાણુ મિશનને રોકી શકાય.
સેટેલાઇટ દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવે
ખાનગી એજન્સીઓ ઉપરાંત, તેનું સેટેલાઇટ દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવે છે. તેનો ઉપયોગ ચિત્રો લેવા અને પરમાણુ રિએક્ટર પર દેખરેખ રાખવા માટે થાય છે. એક ઉદાહરણ રીતે જ્યારે અમેરિકાએ ઈન પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યો તો ત્યારે તે સ્થળોના સેટેલાઈટ તસવીરો બહાર આવી જેમાં બોમ્બ વિસ્ફોટથી બનેલા ખાડા દેખાય છે.
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી પણ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેનું કામ પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપવાનું છે. 2011 માં, IAEA ના અહેવાલમાં જણાવાયું હતું કે ઈરાન 2003 સુધીમાં પરમાણુ બોમ્બ બનાવવાની નજીક પહોંચી ગયું હતું. ઈરાની યુરેનિયમ સંવર્ધન પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવી હતી.
શું બધા દેશો વિશે માહિતી જાણીતી છે?
જોકે, આ બધા છતાં, કયો દેશ પરમાણુ શસ્ત્રો બનાવવા તરફ કામ કરી રહ્યો છે તે અંગે કોઈ સચોટ માહિતી નથી. ઉદાહરણ તરીકે, ઇઝરાયલ ક્યારેય સ્વીકારતું નથી કે તેની પાસે પરમાણુ બોમ્બ છે કે નહીં અને નકારે છે. આટલા સંશોધન છતાં, સચોટ માહિતી એકત્રિત કરી શકાઈ નથી.