જ્યારે પણ બે દેશો વચ્ચે યુદ્ધ શરૂ થાય છે અથવા ચાલી રહ્યું છે, ત્યારે પરમાણુ હથિયારોનો ઉલ્લેખ ન હોય તે કેવી રીતે શક્ય છે? બે દેશો વચ્ચેના યુદ્ધમાં, પરમાણુ બોમ્બની ધમકી આપવામાં આવે છે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો ત્યારે તે સમયે પણ પરમાણુ ધમકીઓ સાંભળવા મળી હતી.
જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થયું, ત્યારે પરમાણુ બોમ્બનો ઉલ્લેખ પણ સાંભળવા મળ્યો. દુનિયામા સૌથી શક્તિશાળી દેશ અમેરિકા વિશે વાત કરીએ, અમેરિકા પાસે મોટી સંખ્યામાં પરમાણુ બોમ્બ છે, પરંતુ તેણે તેને ક્યાં છુપાવ્યા છે?
બીજા દેશોમાં પરમાણુ હથિયારો કેમ છુપાવે છે?
અમેરિકા પાસે વિશ્વમાં બીજા નંબરે સૌથી વધુ પરમાણુ હથિયારો છે તેમજ રશિયા પ્રથમ નંબરે આવે છે. અમેરિકા પાસે લગભગ 5200 પરમાણુ હથિયારો છે, પરંતુ તેણે તે બધાને પોતાના દેશમાં જ રાખ્યા નથી પરંતુ વિદેશમાં પણ છુપાવ્યા છે. અમેરિકા જેવા અન્ય દેશો જે દેશોમાં પરમાણુ હથિયારો છુપાવે છે તેને પરમાણુ ન્યુક્લિયર હોસ્ટિંગ દેશો કહેવામાં આવે છે. શક્તિશાળી દેશો આવું એટલા માટે કરે છે કે જરૂર પડ્યે તેઓ ત્યાંથી તેનો ઉપયોગ કરી શકે. એક રીતે તે દુશ્મન દેશ માટે ચેતવણી છે કે આ મોટા દેશો સતત તેમના હથિયારોનો ભંડાર વધારી રહ્યા છે.
અમેરિકાએ પોતાના પરમાણુ બોમ્બ ક્યાં છુપાવ્યા હતા?
દુનિયાના સૌથી શક્તિશાળી દેશે જર્મની, નેધરલેન્ડ, ઇટાલી, બેલ્જિયમ અને તુર્કીયેમાં પોતાના પરમાણુ હથિયારો છુપાવ્યા છે. આ દેશો અમેરિકાના પરમાણુ ભાગીદારીનો ભાગ છે. તેમજ આ દેશો પાસે અમેરિકન પરમાણુ હથિયારો છે પરંતુ તેમનું નિયંત્રણ અમેરિકા પાસે રહે છે. આ એક એવી સિસ્ટમ છે જેમાં પરમાણુ હથિયારો સજ્જ દેશ પોતાના હથિયારો બીજા દેશમાં તૈનાત કરે છે અને પોતાનું નિયંત્રણ પોતાની પાસે રાખે છે.
આ દેશોમાં પરમાણુ બોમ્બ ક્યાં છુપાયેલા છે?
અમેરિકાએ નાટોની મદદથી પોતાના હથિયારો વહેંચ્યા છે. જે દેશોમાં અમેરિકાએ પોતાના પરમાણુ હથિયારો છુપાવ્યા છે તે અમેરિકન વાયુસેનાના બેઝ પર સ્થિત છે. અન્ય દેશો આ હથિયારોનો કોઈપણ રીતે ઉપયોગ કરી શકતા નથી.