ભારતીય રેલ્વેએ IRCTC વેબસાઇટ પર નકલી યુઝર ID સામે કડક કાર્યવાહી કર્યા બાદ એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરી છે. યુઝર ઓળખ ચકાસવા માટે લાગુ કરવામાં આવેલી નવી અને કડક સિસ્ટમના કારણે દરરોજ બનાવાતા નવા યુઝર ISની સંખ્યારૂપે ઘટી ગઈ છે. અગાઉ જ્યાં દરરોજ આશરે 1 લાખ નવા ID બનતા હતા, ત્યાં હવે આ સંખ્યા ઘટીને માત્ર આશરે 5 હજાર સુધી રહી ગઈ છે. આ કાર્યવાહી હેઠળ 3 કરોડથી વધુ નકલી એકાઉન્ટ દૂર કરવામાં આવ્યા છે, જ્યારે શંકાસ્પદ પ્રવૃત્તિઓ માટે 2.7 કરોડ એકાઉન્ટ સસ્પેન્ડ અથવા ફ્લેગ કરવામાં આવ્યા છે.


નકલી ID સામે કાર્યવાહી બાદ નોંધપાત્ર ઘટાડો

સરકારે નકલી ID સામે કાર્યવાહી શરૂ કર્યા પછી IRCTC પર દરરોજ ઉમેરાતા નવા વપરાશકર્તાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અહેવાલો મુજબ, અગાઉ દરરોજ આશરે 1 લાખ નવા યુઝર રજિસ્ટર થતા હતા, જે હવે ઘટીને લગભગ 5 હજાર થઈ ગયા છે. આ આંકડા દર્શાવે છે કે અગાઉ મોટી સંખ્યામાં નકલી ID દ્વારા IRCTCનો ઉપયોગ થઈ રહ્યો હતો. આવા નકલી એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરવામાં આવતી હોવાથી ખરેખર જરૂરિયાતમંદ મુસાફરોને ટિકિટ મળવામાં મુશ્કેલી પડતી હતી. રેલ્વે અધિકારીઓએ આ મુદ્દે વિગતવાર માહિતી પણ આપી છે.

કાર્યવાહી પછી હકારાત્મક પરિણામો

અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુઝરની ઓળખ ચકાસવા માટે નવી અને કડક નિયમ અમલમાં મૂકાયા બાદ IRCTC વેબસાઇટ પર દરરોજ ઉમેરાતા નવા યુઝર IDની સંખ્યા આશરે 1 લાખથી ઘટીને લગભગ 5 હજાર રહી ગઈ છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે નકલી ઓળખનો ઉપયોગ કરીને ટ્રેન ટિકિટ બુકિંગ અટકાવવા માટે લેવામાં આવેલા કડક પગલાંઓના સકારાત્મક પરિણામો સામે આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે સુધારાઓ પહેલા દરરોજ નવા યુઝર IDની સંખ્યા ખૂબ વધારે હતી.

3 કરોડ નકલી ખાતાઓ નિષ્ક્રિય

સરકારી માહિતી મુજબ, કડક યુઝર ઓળખ અને નકલી ID શોધ પ્રણાલીઓ લાગુ કર્યા બાદ IRCTC પર દરરોજ હવે માત્ર આશરે 5 હજાર નવા વપરાશકર્તા ID ઉમેરાઈ રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ પગલાંઓના પરિણામે ભારતીય રેલ્વેને કુલ 30.3 મિલિયન નકલી એકાઉન્ટ્સ નિષ્ક્રિય કરવામાં સફળતા મળી છે. ઉપરાંત, શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે વધુ 2.7 મિલિયન યુઝર આઈડીને અસ્થાયી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અથવા સસ્પેન્શન માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે.

સ્થાનિક ખોરાક પૂરો પાડવા માટેના નિર્દેશ

વધુમાં અધિકારીના જાણકારી અનુસાર કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અધિકારીઓને ટિકિટિંગ સિસ્ટમને વધુ સુઘડ બનાવવાની સૂચના આપી છે, જેથી તમામ મુસાફરો વાસ્તવિક અને માન્ય યુઝર IDનો ઉપયોગ કરીને સરળતાથી ટિકિટ બુક કરી શકે. સાથે જ તેમણે વંદે ભારત ટ્રેનોમાં સંબંધિત પ્રદેશોના સ્થાનિક ભોજન પ્રદાન કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુસાફરી દરમિયાન જે પ્રદેશમાંથી ટ્રેન પસાર થાય છે, ત્યાંની સંસ્કૃતિ અને સ્વાદ દર્શાવતા સ્થાનિક ભોજનનો સમાવેશ કરવાથી મુસાફરોના અનુભવમાં નોંધપાત્ર સુધારો થશે. ભવિષ્યમાં આ સુવિધાને ધીમે ધીમે તમામ ટ્રેનો સુધી વિસ્તૃત કરવાની યોજના છે.

આ પણ વાંચો : Microsoft ઇન્ડિયાના હેડએ AI પર કર્યો મોટો દાવો , નોકરીઓ સામે પણ આપી ચેતવણી


  • Follow us on: