ઈઝરાયલ અને ઈરાન એકબીજાને નુકસાન પોંહચાડવા માટે પોતાની પુરી તાકાત લગાવી રહ્યું છે. ઈઝરાયલે ઈરાન પર મોટો આરોપ લગાવ્યો છે, ઈઝરાયલે કહ્યું કે ઈરાને હુમલામાં ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો છે અને ઈઝરાયલે દાવો કર્યો છે કે, ઈરાન તરફથી 19 જૂને મિસાઈલો લોન્ચ કરી હતી, જેમાં એક મિસાઈલના વોરહેડમાં ક્લસ્ટર બોમ્બ પણ હતો.


જો આ વાત સાચી હોય તે તે આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન થશે, કારણ કે ક્લસ્ટર બોમ્બના ઉપયોગ પર પ્રતિબંધ છે. જો કે ઘણા દેશો પાસે આ બોમ્બ છે.

કેટલો ખતકરનાક છે ક્લસેટર બોમ્બ

ક્લસ્ટર બોમ્બને લઈને આખી દુનિયામાં વિવાદ ચાલી રહ્યો હતો જેના પરિણામસ્વરૂપ વર્ષ 2008માં એક સંધિ તરફથી આ હથિયારને પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ નાના-નાના બોમ્બનો સમૂહ છે તેમજ આ મોટા વિસ્તાર ને તબાહ કરી શકે છે. તેને તેવી રીતે જ બનાવવામાં આવ્યો છે. તેને વિમાનો, મિસાઈલો દ્વારા છોડવામાં આવે છે. તેમજ આ બોમ્બની તુલના પરમાણુ બોમ્બના ક્ષમતા સાથે કરવામાં આવે છે.

પરમાણુ બોમ્બ એક આખા શહેરને તબાહ કરી શકે છે તેટલી તેનામાં ક્ષમતા છે. ક્લસ્ટર બોમ્બ એક વિસ્તારને તબાહ કરી શકે છે. પરમાણુ બોમ્બના રેડિયસ 5 થી 10 કિલોમીટર જેટલું હોય છે, અને ક્લસ્ટરનું 1 થી 2 કિલોમીટર જેટલું હોય છે. પરમાણુ બોમ્બનો ઉપયોગ હિરોશિમા અને નાગાસાકીમાં કરવામાં આવ્યો હતો. ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ દુનિયાના ઘણા યુદ્ધમાં કરવામાં આવી ચૂક્યો છે. ક્લસ્ટર બોમ્બ અમુકવાર તે સમયે નથી બ્લાસ્ટ થતો તે ઘણીવાર અચાનક ફાટી શકે છે તેનાથી તે વિસ્તારમાં ભારી નુકસાન થાય છે.

કયા દેશો પાસે છે ક્લસ્ટર બોમ્બ

વર્ષ 2008માં ડબલિનના અંદર કન્વેંશન ઓન ક્લસ્ટર મયૂનિશન નામથી આંતરરાષ્ટ્રીય સંધિ તરફથી તેને રાખવા માટે અને વેચવા માટે તેમજ તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવામાં આયો હતો. જો કે ઘણા દેશો આ નિયમને માને છે ઘણા નથી માનતા. હવે આ સંધિ તરફથી 108 દેશે સાઈન કરી હતી. બીજી બાજુ એવા દેશો પણ છે જેમણે સાઈન કરી નથી. જેમાં ભારત, રશિયા, ચીન, પાકિસ્તાન. અમેરિકા અને ઈઝરાયલ સામેલ છે. international Committee of the Red Cross અનુસાર દુનિયામા 75 દેશો પાસે ક્લસ્ટર બોમ્બ છે. તેમજ 34 દેશ એવા છે જેમણે ક્લસ્ટર બોમ્બ જેવા હથિયારો બનાવ્યા છે.


  • Follow us on: