આખું બ્રહ્માંડ તેની બનાવટ અને રચનાથી એક અગોચર વિશ્વથી સેજ પણ ઓછું નથી. ઉદાહરણ તરીકે આપણી પૃથ્વી વિશેજ વાત કરીએ તો પૃથ્વી લગભગ 1000 માઇલ પ્રતિ કલાકની ઝડપથી સતત ફરી રહી છે પરંતુ આપણને આટલી જોરદાર ઝડપનો ના તો જરાય અનુભવ થાય છે, ના આંચકો લાગે છે કે ના ચક્કર આવે છે તો આમ થવાનું કારણ શું છે?


પૃથ્વીની સ્થિર ગતિમાં છુપાયું છે રહસ્ય

આ વિશાળ પૃથ્વી પર રહેતા દરેક માનવીને એક વાર તો ચોક્કસથી વિચાર આવ્યો હોય કે જો આપણી પૃથ્વી આટલી બધી ઝડપથી ફરી રહી છે તો આપણને કોઈ હિલચાલ કે સ્પીડની અસર કેમ થતી નથી. તો એનો જવાબ એ છે કે પૃથ્વી એક વિશાળ ગોળો છે જે પોતાની જગ્યાએ ધરીભ્રમણ કારવાની સાથે સાથે કેન્દ્રમાં રહેલા સૂર્યની પણ પરિભ્રમણા કરે છે. પૃથ્વી લગભગ 24 કલાકમાં એક સંપૂર્ણ પરિભ્રમણ પૂર્ણ કરે છે છતાં પણ આપણને આ ઝડપનો અનુભવ ન થવાનું કારણ પૃથ્વીની સ્થિર ગતિ અને એકસમાન ગતિ છે.

આપણે પૃથ્વીની ગતિ કેમ નથી અનુભવતા?

પૃથ્વીની ગતિનો અનુભવ ન થવા પાછળનું વૈજ્ઞાનિક કારણ તેની સ્થિર ગતિમાં છુપાયેલું છે. ઉદાહરણ તરીકે જ્યારે તમે એકદમ સીધા અને સુમસાન રસ્તા પર તમારું વાહન ચલાવો છો ત્યારે જ્યાં સુધી કોઈ વળાંક કે અચાનક બ્રેક ન મારીએ ત્યાં સુધી આપણને કોઈ સ્પીડ કે આંચકો અનુભવાતો નથી બસ આજ નિયમ પૃથ્વીની ગતિ સ્થિર ગતિ માટે લાગુ પડે છે. પૃથ્વી તેની ધરી પર અને સૂર્યની આસપાસ જે પરિભ્રમણ કરે છે એ એકદમ સ્થિર ગતિ હોય છે એક સમાન ગતિ હોય છે જેથી કોઈ ઝડપનો અનુભવ થતો નથી.

પરિભ્રમણની ગતિ છે મુખ્ય કારણ

મુસાફરી દરમિયાન ટ્રેન, બસ કે અન્ય વાહન સેજ પણ વળાંક લે છે તો આપણી ઇન્દ્રિયો એનો અનુભવ તરત કરી લે છે, પરંતુ પૃથ્વીની બાબત આ બધા કેસમાં સૌથી અલગ છે એની એકધારી પરિભ્રમણની ગતિ માનવ સમાજ માટે ખરા અર્થમાં વરદાન સમાન છે. પૃથ્વી સૂર્યની આસપાસ લગભગ 1,07,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે પણ આ ઝડપ એટલી સમાન હોય છે કે આપણને સેજ પણ અનુભવ થતોજ નથી.


  • Follow us on: