દક્ષિણપૂર્વ ઈરાનમાં, પાકિસ્તાનની સરહદ નજીક આવેલા માઉન્ટ તફ્તાનને લાંબા સમય સુધી લુપ્ત માનવામાં આવતો હતો, પરંતુ તાજેતરના વૈજ્ઞાનિક અભ્યાસોએ આ માન્યતાને ખોટી સાબિત કરી છે. યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ના Sentinel-1 ઉપગ્રહ દ્વારા મેળવાયેલા ડેટામાં ચોંકાવનારી હિલચાલ નોંધાઈ છે, જે દર્શાવે છે કે જુલાઈ 2023 થી મે 2024 વચ્ચે જ્વાળામુખીની ટોચ નજીકની જમીન લગભગ 9 સેન્ટિમીટર ઊંચી થઈ ગઈ છે. આ ઉત્થાન ધીમે ધીમે થયું છે અને હજુ સુધી તેમાં કોઈ ઘટાડો નોંધાયો નથી.


હલચલ શોધવા માટે સેનો કર્યો ઉપયોગ

વૈજ્ઞાનિકોએ જમીનની આ નાની પરંતુ મહત્વપૂર્ણ હિલચાલ શોધવા માટે Interferometric Synthetic Aperture Radar, એટલે કે InSAR ટેક્નિકનો ઉપયોગ કર્યો હતો. સાથે જ એક નવી “કોમન-મોડ ફિલ્ટરિંગ” પદ્ધતિ લાગુ કરીને વાતાવરણીય અવાજ દૂર કરવામાં આવ્યો, જેના કારણે વાસ્તવિક ભૂગર્ભીય ફેરફારો સ્પષ્ટ થઈ શક્યા. અભ્યાસ મુજબ દબાણનું સ્ત્રોત જ્વાળામુખીની ટોચથી માત્ર 490 થી 630 મીટર નીચે સ્થિત છે, જે અસામાન્ય રીતે છીછરી ઊંડાઈ ગણાય છે.

 હાઇડ્રોથર્મલ સિસ્ટમના સંચયને કારણે

વિજ્ઞાનીઓનું માનવું છે કે આ ઉત્થાન જ્વાળામુખી વાયુઓ અથવા ગરમ પાણીની હાઇડ્રોથર્મલ સિસ્ટમના સંચયને કારણે થઈ રહ્યું છે. આ દબાણના કારણે તફ્તાનની ટોચ ધીમે ધીમે ફૂલતી જઈ રહી છે. મેગ્માની હળવી હિલચાલ પણ ઊંડાણમાં થઈ રહી હોવાની સંભાવના નકારી શકાય નહીં, જોકે હાલ કોઈ મોટા વિસ્ફોટના તાત્કાલિક સંકેતો નથી. આ બદલાવ માત્ર વૈજ્ઞાનિક ડેટામાં જ નહીં, પરંતુ સ્થાનિક લોકોના અનુભવમાં પણ દેખાઈ રહ્યો છે. વર્ષ 2023 થી આસપાસના વિસ્તારોમાં રહેતા રહેવાસીઓ સલ્ફરની તીવ્ર ગંધ અને ગેસ ઉત્સર્જનની સતત ફરિયાદો કરી રહ્યા છે. અભ્યાસ અનુસાર તફ્તાનમાંથી દરરોજ આશરે 20 ટન સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળી રહ્યો છે, જે આરોગ્ય માટે જોખમી બની શકે છે.

 હાઇડ્રોથર્મલ સિસ્ટમના સંચયને કારણે

વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે આ ભૂગર્ભીય હિલચાલ પાછળ વરસાદ અથવા ભૂકંપ જવાબદાર નથી. આ સમયગાળા દરમિયાન કોઈ મોટો ભૂકંપ નોંધાયો નથી અને વરસાદનું પ્રમાણ પણ સામાન્ય કરતાં ઓછું રહ્યું છે. આ તમામ પરિબળો તફ્તાનને ફરી એક વખત સક્રિય થવાની દિશામાં દોરી રહ્યા હોવાની સંભાવનાને મજબૂત કરે છે. તફ્તાન જ્વાળામુખી ઈરાનના સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં આવેલો એક સ્ટ્રેટોવોલ્કેનો છે, જેની ઊંચાઈ આશરે 3,940 મીટર છે. તે મકરાન સબડક્શન ઝોનમાં સ્થિત છે, જ્યાં અરબી પ્લેટ યુરેશિયન પ્લેટની નીચે ધસી રહી છે. જ્વાળામુખીની ટોચ પર ફ્યુમરોલ્સ સતત સક્રિય રહે છે, જે અંદર રહેલી ગરમી અને ગેસ પ્રવૃત્તિનો સંકેત આપે છે.

700,000 વર્ષથી શાંત રહેલો તફ્તાન હવે ફરી જાગૃત

આ અભ્યાસના મુખ્ય વૈજ્ઞાનિકએ જણાવ્યું છે કે આ શોધનો હેતુ ગભરાટ ફેલાવવાનો નથી, પરંતુ સમયસર જાગૃતિ લાવવાનો છે. હાલ તફ્તાન વિસ્તાર પાસે કોઈ ભૂમિ-આધારિત દેખરેખ પ્રણાલીઓ જેમ કે GPS સ્ટેશનો કે સિસ્મોગ્રાફ્સ ઉપલબ્ધ નથી, જેના કારણે વૈજ્ઞાનિકો સંપૂર્ણપણે ઉપગ્રહ ડેટા પર નિર્ભર છે. જો આવનાર સમયમાં દબાણ વધતું રહેશે, તો ગેસ લીકેજ, નાના વિસ્ફોટ અથવા ઝેરી વાયુઓના ઉત્સર્જનની શક્યતા નકારી શકાતી નથી, જે આસપાસના ગામો માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. તેથી વૈજ્ઞાનિકોએ મકરાન વોલ્કેનિક આર્ક વિસ્તારમાં એક વ્યાપક મોનિટરિંગ નેટવર્ક ઉભું કરવાની ભલામણ કરી છે, જેથી જોખમનું યોગ્ય મૂલ્યાંકન અને કટોકટી આયોજન શક્ય બની શકે. 700,000 વર્ષથી શાંત રહેલો તફ્તાન હવે ફરી સંકેતો આપી રહ્યો છે કે કુદરત ક્યારે પણ જાગી શકે છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, 

આ પણ વાંચો : UPI Payment: ઇન્ટરનેટ વગર પણ થશે UPI પેમેન્ટ! જાણો આ સ્ટેપ-બાય-સ્ટેપ રીત


  • Follow us on: