શિયાળાની ઠંડી વધી રહી છે. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા સ્વેટર અને જેકેટ પહેરે છે. પરંતુ આમ છતાં પણ કયારેક વધુ પડતી ઠંડીના કારણે લોકો કયારેક શ્વાસ સંબંધિત સમસ્યા વધે છે. બાળકો અને વૃદ્ધ વડીલો હાડ થીજવતી ઠંડી સહન કરી શકતા નથી. એટલે જ ખાસ કરીને જે લોકોના ઘરમાં નાના બાળકો અને વડીલો હોય તેઓ હવે રૂમ હીટરની ખરીદી કરવા લાગ્યા છે. પરંતુ રુમ હિટર કયારેક ફાયદો કરવાના બદલે નુકસાન પણ કરી શકે છે. જયારે તમે રૂમ હીટરની ખરીદી કરો ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.


રુમ હિટર ખરીદતા પહેલા ધ્યાન રાખવું

નિષ્ણાતો કહે છે કે આજકાલ શોર્ટ સર્કિટની ઘટનાઓ વધી છે. એટલે એસી હોય કે પછી રુમ હિટર ખરીદતા પહેલા અને ખરીદ્યા બાદ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. નબળી ગુણવત્તાવાળું હીટર ખરીદવાના જોખમો છે. ઘણીવાર સમાચારોમાં સાંભળ્યું હશે કે હીટરમાં શોર્ટ સર્કિટને કારણે ઘરમાં આગ લાગી છે. બાળકોને ઘણીવાર વીજળીનો કરંટ લાગ્યો છે. આવી સ્થિતિમાં, સારી ગુણવત્તાવાળા હીટર ખરીદવાનું વિચારો જે ઘરને યોગ્ય રીતે ગરમ કરશે અને અકસ્માતો અટકાવશે.

હીટર ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો આ 4 મહત્વની બાબતો

1) બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અનુસાર હીટર ખરીદતા પહેલા, તેની સલામતી સુવિધાને લઈને તપાસવાની ખાતરી જરૂર કરવી જોઈએ. સૌ પ્રથમ આ હિટરમાં ISI માર્ક છે કે નહીં તેની ખાતરી કરો. આ ઇલેક્ટ્રિક શોક, શોર્ટ સર્કિટ, આંતરિક નુકસાન અને આગનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે.

2) સતત ચાલુ રહેતા હીટર ખરીદવાનું ટાળો. રાત્રે હીટર ચાલુ રાખીને સૂઈ જવું જોખમી હોઈ શકે છે. આનાથી ધાબળા, ચાદર અને પડદામાં આગ લાગવાનું જોખમ વધી જાય છે. તેથી, ઓટોમેટિક શટ-ઓફ ફંક્શન ધરાવતું હીટર ખરીદો.

3) તમારી જરૂરિયાત મુજબ હીટર ખરીદો. એટલે કે તમારો રૂમ નાનો હોય તો મોટું હીટર ના ખરીદો. તમારે જે રૂમમાં હિટર મુકવાનું હોય તે નાનો હોય, તો નાનું હીટર જ ખરીદો.પ્લગ તેના મોટા કદને કારણે સ્વીચબોર્ડમાં ફિટ થતો નથી. હીટરનો પાવર ઇનપુટ અને વોટેજ પણ તપાસવો જોઈએ. ઓવરહિટીંગ વીજળીનો વપરાશ આગનું કારણ પણ બની શકે છે.

4) ઇલેક્ટ્રિકલ સાધનોની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરશો નહીં. BIS અનુસાર, હંમેશા બ્રાન્ડેડ, પ્રતિષ્ઠિત કંપનીઓના હીટર ખરીદો. સસ્તુ ખરીદવાની લ્હાયમાં તમે ગુણવત્તા વગરનું લોકલ હીટરની ખરીદી ના કરશો. ઉચ્ચ-ગુણવત્તાવાળા હીટર ISI-માર્કવાળા હોય છે, યોગ્ય અર્થિંગ ધરાવતા હીટરની ખરીદી કરો.


આ પણ વાંચો  : House Clean Tips : ગંદા સ્વીચબોર્ડ બગાડે છે ઘરની સુંદરતા, આ સરળ ઉપાય અજમાવો, Switch Bord નવા જેવા લાગશે


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: