વિશ્વભરના દેશો પોતાનું ચલણ પોતાના દેશમાં છાપે છે જેંના ચોક્કસ નીતિ નિયમો હોય છે ત્યારે સામે પક્ષે એવા પણ કેટલાક દેશ છે જે નોટોનું પ્રિન્ટિંગ આઉટસોર્સ કરે છે. આજના લેખમાં આ દેશો વિશે વધુ જાણીએ.
ઘણા દેશો પ્રિન્ટિંગ સુવિધાઓ સ્થાપિત કરવામાં અસમર્થ
દુનિયામાં ઘણા એવા દેશો છે જે દેશનો વહીવટ કરવામાં અને સુમેળે સરકાર ચાલવવામાં હજુ સુધી સરખા સક્ષમ નથી થયા. ચલણ છાપવું એ ફક્ત પ્રિન્ટિંગ કાર્ય નથી પણ એક મોટી જવાબદારી છે. દુનિયાના કોઈપણ દેશ માટે આ એક ખૂબ જ વ્યૂહાત્મક નિર્ણય સાબિત થઈ શકે છે. ઘણા દેશો આધુનિક પ્રિન્ટિંગ સુવિધાઓ સ્થાપિત કરવામાં અસમર્થ છે. તેથી, તેઓ તેમની નોટોના ઉત્પાદન માટે વિદેશી દેશો પર આધાર રાખે છે.
નાના મોટા દેશો ચીનના ભરોસે
એક રિપોર્ટ મુજબ એશિયામાં, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશો ચીનમાં પોતાનું ચલણ છાપે છે અને આમ કરવા પાછળનું ચીનની અદ્યતન આધુનિક મશીનરી છે જેની મદદથી સુરક્ષા પગલાં અને વિશાળ ક્ષમતા તેને અન્ય દેશ સાથે વિશ્વસનીય ભાગીદાર બનાવવામાં મદદ કરે છે. ચીન તેના દેશનું ચલણ યુઆન ચોકસાઈ અને સુરક્ષા સાથે પોતાના દેશમાં છાપે છે અને પોતાની ટેકનોલોજીની મદદથી અન્ય દેશોની મદદ પણ કરે છે.
ભારત સ્થાનિક સ્તરે પોતાનું ચલણ છાપે છે
આ બાબતે આપણો દેશ ભારત દુનિયા સામે આર્થિક નીતિ પર સંપૂર્ણ નિયંત્રણનું સૌથી મોટું ઉદાહરણ છે. દુનિયાનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ અને તેમં છતાં પણ ભારત પોતાનું ચલણ કોઈ અન્ય દેશની બાહ્ય મદદ કર્યા વગર પોતાના દેશમાંજ છાપે છે. વાસ્તવમાં ચલણ છાપકામનું આઉટસોર્સિંગ એ ખૂબ જોખમી વ્યવસાય છે. જ્યારે પણ કોઈ વિદેશી કંપની અથવા દેશ કોઈ દેશની નોટોનું ઉત્પાદન કરે છે, ત્યારે તે ખાનગી ડેટાની માહિતી પણ મેળવી શકે છે.
દેશો વિદેશી છાપકામ કેમ પસંદ કરે છે
નાના દેશો માટે અન્ય દેશની મદદ લઈને ચલણ છાપવા પાછળનું અન્ય એક મોટું કારણ છે ચલણ છાપવા પાછળ થતો મોટો આર્થિક ખર્ચ. કેમકે ચલણ છાપવા માટે ખાસ કાગળ, ઉચ્ચ-ગુણવત્તાવાળી શાહી, સુરક્ષા થ્રેડો, હોલોગ્રામ અને અન્ય સુરક્ષા તત્વોની જરૂર પડે છે એટલા માટે નાના દેશો ચલણ ઉત્પાદનને આઉટસોર્સ કરીને, ઉત્પાદન ખર્ચ રોકીને કોઈ પણ નોંધપાત્ર ખર્ચ વિના ઉચ્ચ-ગુણવત્તાવાળી નોટો મેળવી શકે છે.