સંઘ પ્રદેશ દમણમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા જ ભાજપનો ભગવો લહેરાયો છે. દમણ નગર પાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા જ ભાજપની ભવ્ય જીત થઈ છે. બંને પંચાયતોમાં ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપે મહત્વની બેઠકો કબજે કરી છે.
નપામાં 15 વોર્ડમાંથી ભાજપના 12 ઉમેદવારો બિન હરીફ
દમણ, દીવ અને દાદરા નગર હવેલી પ્રદેશ અધ્યક્ષે માહિતી આપતાં કહ્યું હતું કે, સંઘ પ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી નવેમ્બર માસમાં યોજાશે. આ ચૂંટણી યોજાય તે પહેલા જ દમણ નગર પાલિકામાં 15 વોર્ડમાં ભાજપના 12 ઉમેદવારો બિન હરીફ જીત્યાં છે. જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીના મતદાન પહેલા જ 16માંથી 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિન હરીફ જીતી ગયા છે.













