જો દિવસે જ રાત્રિનો માહોલ સર્જાય તો પૂર્ણ દુનિયામાં અંધારપટ્ટ થઇ જશે. પરંતુ 2 ઓગષ્ટના રોજ 6 મિનિટ માટે આવુ જ અંધારુ સર્જાવાનું છે. કારણ કે આ દિવસે સૂર્યગ્રહણ થવાનું છે. આવો નજારો 100 વર્ષ બાદ દેખાશે. દુનિયાના વિવિધ મહાદ્વિપોમાં રહેનારા લોકોને આ સૂર્યગ્રહણ જોવા મળશે. અને આગામી 2114 વર્ષ સુધી આ નજારો જોવા નહી મળે. આ સૂર્ય ગ્રહણ અટલાંટિક મહાસાગરથી શરુ થશે.
મહાન ઉત્તરી આફ્રીકી ગ્રહણ
આ સૂર્યગ્રહણ જિબ્રાલ્ટર જલડમરુમધ્ય, દક્ષિણી સ્પેન, ઉત્તરી મોરક્કો, ઉત્તરી અલ્જીરિયા, ઉત્તરી ટ્યૂનેશિયા, ઉત્તર પૂર્વી લીબિયા, મિસર, સુડાન, દક્ષિણ પશ્ચિમ સઉદી અરબ, યમન, સોમાલિયા અને અરબ પ્રાયદ્વિપના અન્ય દેશો સુધી જોવા મળશે. હિંદ મહાસાગર પર તે ઝાંખુ જોવા મળશે. ઇતિહાસનું સૌથી લાંબું સૂર્યગ્રહણ 7 મિનિટ 28 સેકન્ડ સુધી હતુ. જે 743 ઇસા પૂર્વમાં જોવા મળ્યુ હતુ. આ સૂર્યગ્રહણ ‘મહાન ઉત્તરી આફ્રીકી ગ્રહણ‘ તરીકે પણ ઓળખાય છે. મોટા ભાગે સૂર્યગ્રહણ 3 મિનિટ સુધી રહે છે. પરંતુ 2 ઓગષ્ટના રોજ દેખાનાર સૂર્યગ્રહણ 6 મિનિટ સુધી જોવા મળશે.
સૂર્યગ્રહણ માટે 3 કારણ જવાબદાર
સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી વચ્ચે દુર્લભ ખગોળીય સંરેખણ કારણભૂત છે. આટલા લાંબા સમય સૂર્યગ્રહણ માટે 3 કારણ જવાબદાર છે. પ્રથમ પૃથ્વી સૂર્યથી દૂરના અંતર પર રહેશે. જેને આપસૌર કહેવામાં આવે છે. તેથી પૃથ્વી પરથી સૂરત નાનો દેખાશે. આ સમય જે ચંદ્ર ધરતીની નજીક હશે. જેના કારણે તે મોટો દેખાશે. અને ત્રીજુ કારણ એ છે કે, ચંદ્રની છાયા ભૂમધ્ય રેખા પર પડશે. અને પડછાયો ધીમી ગતિએ વધશે.