આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ચૂક્યું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટિકટોક અને એવા ઘણા પ્લેટફોર્મ છે જ્યાં લોકો તેમના દિવસના અનેક કલાકો વિતાવે છે—ક્યારેક માત્ર સ્ક્રોલ કરતા, તો ક્યારેક વિડિયો જોતા કે મિત્રો સાથે વાતચીત કરતા. પરંતુ શું તમે વિચારી શકો કે કયા દેશોના નાગરિકો સોશિયલ મીડિયા પર સૌથી વધુ સમય પસાર કરે છે? એક અહેવાલ અનુસાર, કેટલાંક દેશોમાં લોકો દરરોજ સરેરાશ 3 થી 5 કલાક માત્ર સોશિયલ મીડિયા પર જ વિતાવે છે.


1. ફિલિપાઇન્સ

સોશિયલ મીડિયામાં સમય વિતાવવાના મામલે ફિલિપાઇન્સ સૌથી આગળ છે. અહીંના લોકો દરરોજ આશરે 4 કલાક અને 60 મિનિટ (અથવા લગભગ 5 કલાક) સોશિયલ મીડિયા પર વિતાવે છે. વર્ચ્યુઅલ દુનિયામાં વિતાવાતો આ સમય તેમની રોજિંદી જિંદગીનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે.

2. કોલમ્બિયા

સોશિયલ મીડિયામાં પ્રવૃત્તિની દૃષ્ટિએ કોલમ્બિયા બીજા ક્રમે આવે છે. અહીંના લોકો દરરોજ સરેરાશ 3 કલાક 46 મિનિટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિતાવે છે. ચેટિંગ અને વિડિયો કન્ટેન્ટ અહીં ખાસ પોપ્યુલર છે.

3. દક્ષિણ આફ્રિકા

આફ્રિકન મહાદ્વીપમાંથી દક્ષિણ આફ્રિકા ત્રીજા નંબરે છે. અહીંના લોકો દરરોજ આશરે 3 કલાક અને 43 મિનિટ સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહે છે. મનોરંજન અને તાજા સમાચાર મેળવવા માટે સોશિયલ મીડિયા અહીં ખાસ પસંદ કરાય છે.

4. બ્રાઝિલ

બ્રાઝિલમાં પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ વિશાળ પ્રમાણમાં થાય છે. અહીં લોકો દરરોજ લગભગ 3 કલાક 41 મિનિટ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પસાર કરે છે. યુવાનો માટે તો આ પ્લેટફોર્મ્સ સંચારનું મુખ્ય માધ્યમ બની ગયા છે.

5. આર્જેન્ટિના

આર્જેન્ટિનામાં લોકો દરરોજ સરેરાશ 3 કલાક 26 મિનિટ સોશિયલ મીડિયા પર વિતાવે છે. ખાસ કરીને રમતો અને મનોરંજન સંબંધિત સામગ્રી અહીં ખૂબ લોકપ્રિય છે.

ભારતની શું સ્થિતિ?

વિશ્વના સૌથી મોટા ઇન્ટરનેટ યુઝર્સ ધરાવતા દેશોમાંથી એક હોવા છતાં, ભારત આ યાદીમાં 14મા સ્થાને છે. અહીં લોકો દરરોજ સરેરાશ 2 કલાક અને 36 મિનિટ સોશિયલ મીડિયા પર વિતાવે છે. આ સમય અનેક વિકાસશી

  • Follow us on: